________________
પ્રવેશક જવાનો આપણને કેવળ ભ્રમ થાય છે. દોરડી પોતે સાપમાં ફેરવાઈ જતી નથી, પરંતુ દોરડીમાં આપણને સાપનો ભ્રમ જ થાય છે. આ રીતે બ્રહ્મ જે કારણ છે તે જગતના રૂપમાં ફેરવાઈ જતું નથી, પરંતુ અજ્ઞાનને કારણે આપણને જગતની પ્રતીતિ થાય છે. જેવી રીતે દોરડામાં પ્રતીત થનારો સાપ મિથ્યા છે તેવી રીતે બ્રહ્મમાં પ્રતીત થતું જગત પણ મિથ્યા છે. આ સિદ્ધાંત માયાવાદ' કહેવાય છે.
શંકરાચાર્ય પણ વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીની માફક સની ત્રણ કોટિ સ્વીકારે છે : પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિભાસિક. તેમને મતે ત્રિકાલ-અબાધિત ફૂટસ્થનિત્ય બ્રહ્મ ચેતન જ પરમાર્થ સત્ છે કારણ કે તે ત્રિકાલસ્થાયી છે; ઘટ, પટ, આદિ
વ્યાવહારિક સત્ છે કારણ કે તે વ્યવહારકાલમાત્રસ્થાયી છે પરંતુ તત્ત્વજ્ઞાનથી તેમનો નાશ થાય છે; રજુસર્પ આદિ પ્રતિભાસિક સત્ છે કારણ કે તે પ્રતિભાસકાલ માત્ર સ્થાયી છે પરંતુ અધિષ્ઠાનનું (રજુનું) જ્ઞાન થતાં જ તેનું અસ્તિત્વ દૂર થાય છે. શંકરાચાર્ય વ્યાવહારિક સલૂપ જગતના પરિણામી ઉપાદાનકારણ તરીકે અવિદ્યા નામના તત્ત્વને સ્વીકારે છે એ તો આપણે જોઈ ગયા. તે અવિઘાને તેઓ સતું-અસવિલક્ષણ કહીને વર્ણવે છે. તે સત્ નથી કારણ કે તે બાધિત થાય છે; તે અસતું નથી કારણ કે, તે સતૂપ જગતનું ઉપાદાનભૂત કારણ છે. શંકરાચાર્ય જ્ઞાન ઉપર ભાર આપે છે. તેમનો માર્ગ જ્ઞાનમાર્ગ છે.
(૧૫) વિશિષ્ટાદ્વૈત વેદાન્ત (રામાનુજ) રામાનુજ અનુસાર ચેતન જીવ અને જડ જગત બંને બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે. બ્રહ્મ એમનું નિમિત્ત તેમ જ ઉપાદાને કારણ પણ છે. અલબત્ત, બ્રહ્મના વિના એમનું અસ્તિત્વ સંભવતું ન હોઈ એકમાત્ર અદ્વૈત તત્ત્વ તો બ્રહ્મ જ કહેવાય. પરંતુ જીવ અને જડ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા હોવા છતાં તેઓ અસતું નથી. તે બંને ઈશ્વરના શરીર જેવા છે. જેમાં જીવાત્માનું સ્થૂળ શરીર અસતું નથી તેમ તે બંને પણ અસત્ નથી. જીવ તથા જડ જગત્ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા હોવા છતાં તે બંને બ્રહ્મથી ભિન્ન છે, અર્થાત્ જેવી રીતે શરીર આત્મા નથી બની શકતું તેમ તે બંને બ્રહ્મ નથી બની શકતા. આમ બ્રહ્મ યા ઈશ્વરનું અદ્વૈતસ્વરૂપ જીવ અને જડ જગતના દ્વૈતરૂપથી વિશિષ્ટ છે. એટલે આ સિદ્ધાંતને વિશિષ્ટાદ્વૈત કહેવામાં આવે છે. ૫ શાંકર અદ્વૈત વેદાન્તમાં જ્ઞાન ઉપર ભાર આપવામાં આવ્યો છે જ્યારે રામાનુજના વિશિષ્ટાદ્વૈત વેદાન્તમાં ભક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
(૧૬) દ્વૈતાદ્વૈત વેદાન્ત (નિમ્બાર્ક) - નિમ્બાર્ક ત્રણ તત્ત્વો માને છે - (૧) ચિત્ (જીવ), (૨) અચિત્ અર્થાત્ જડ જગત
અને (૩) ઈશ્વર. આ ત્રણ ક્રમશઃ ભોક્તા, ભોગ્ય અને નિયન્તા છે. જીવ “જ્ઞાનસ્વરૂપ” " છે. જીવના જ્ઞાનસ્વરૂપ હોવાનો અર્થ એ છે કે જીવ “જ્ઞાન” પણ છે અને “જ્ઞાનવાળો”
પણ છે, જેમ સૂર્ય પ્રકાશ પણ છે અને પ્રકાશવાળો પણ છે. આ ત્રણ તત્ત્વો (ચેતન,