________________
૧૮
પદર્શન સ્વરૂપે નીચે પ્રમાણે છે. કોઈ વ્યક્તિએ હનુમાનને જોયા છે. તે જંગલમાં જાય છે. ત્યાં તે વાંદરાને પ્રથમ વાર જુએ છે. તેને જ્ઞાન થાય છે કે વાંદરો હનુમાન જેવો છે. આ જ્ઞાન પ્રત્યક્ષ છે. પણ પછી જો એ વ્યક્તિને એવું જ્ઞાન થાય કે મેં જોયેલા હનુમાન આ વાંદરા જેવા છે તો તે જ્ઞાન પ્રત્યક્ષ નથી પણ ઉપમાન દ્વારા થયેલું જ્ઞાન છે કારણ કે હનુમાન તે વખતે તેની સમક્ષ ઉપસ્થિત નથી. અર્થપત્તિ પ્રમાણ શું છે એ નીચેના ઉદાહરણથી સ્પષ્ટ થઈ જશે : -
માની લો કે આપણે જોઈએ છીએ કે સાંભળીએ છીએ કે રામ દિવસે ખાતો નથી તેમ છતાં તે જાડો થઈ ગયો છે. દિવસે ન ખાવું અને જાડા થવું વચ્ચે વિરોધ જણાય છે. આ બે વિરોધી વાતોનો ખુલાસો ત્યારે જ થઈ શકે જો આપણે કલ્પના કરીએ કે રામ રાતે' ખૂબ ખાય છે. આમ રાતે ખાય છે એ જ્ઞાન અર્થપત્તિ પ્રમાણ દ્વારા થયું કહેવાય. કુમારિલ આ પાંચ ઉપરાંત એક છઠ્ઠ અનુપલબ્ધિ (અભાવ) નામનું પ્રમાણ માને છે. કોઈ ઘરમાં પ્રવેશી ચારે તરફ જોઈ હું કહું કે આ ઘરમાં રેડિયો નથી તો આ રેડિયોના અભાવનું મને જે જ્ઞાન થયું છે તેને પ્રત્યક્ષ નહિ કહેવાય. પ્રત્યક્ષ જ્ઞાનમાં ઇન્દ્રિયનો વિષયની સાથે સંયોગ જરૂરી છે. અહીં વિષય અભાવરૂપ છે એટલે એનો ઈન્દ્રિય સાથે સંયોગ અશક્ય છે. આમ અભાવનું જ્ઞાન અભાવ પ્રમાણ દ્વારા થાય છે.
(૧૪) શાંકર અદ્વૈત વેદાન્ત બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે એવો શાંકર અદ્વૈતનો સિદ્ધાંત છે. બધાં કાર્યો માયિક છે, અવિદ્યાજન્ય છે. કાર્યો માયિક હોય એટલે એમનું ઉપાદાનકારણ માયા યા અવિદ્યા જ હોય. જે પરમ સત્ છે તે તો બ્રહ્મ છે. તે પરમ સત્ બ્રહ્મના અધિષ્ઠાન ઉપર –કહો કે ફલક ઉપર - અવિદ્યા માયિક જગતરૂપે પ્રગટ થાય છે. આ માયિક જગતને બ્રહ્મના વિવર્તરૂપ - પરિણામરૂપ નહિ – માનવામાં આવે છે. સામાન્ય ભ્રમજ્ઞાનનું દૃષ્ટાંત લઈ શાંકર સિદ્ધાંતને સમજીએ. આપણને દોરડીમાં સાપનું બ્રાન્ત જ્ઞાન થાય છે. અહીં ભ્રાન્ત સાપનું ઉપાદાનકારણ દોરડી નથી, તેનું ઉપાદાનકારણ તો આપણી અવિદ્યા છે – આપણું અજ્ઞાન છે. દોરડી ઉપાદાનકારણ ન હોવા છતાં તે જો ત્યાં ન હોત તો ભ્રાન્ત સાપને આપણું અજ્ઞાન ત્યાં ઉપજાવી શક્યું ન હોત. આપણા અજ્ઞાનને ભ્રાન્ત સાપ ઉપજાવવા માટે યોગ્ય ફલક - અધિષ્ઠાન - ની જરૂર છે. એટલે પ્રસ્તુત દૃષ્ટાંતમાં દોરડી એ ભ્રાન્ત સર્પનું અધિષ્ઠાનકારણ છે. આવી રીતે જ પ્રપંચરૂપ મિથ્યા જગતને વૈશ્વિક અજ્ઞાન યા માયા બ્રહ્મરૂપ અધિષ્ઠાન ઉપર ઉપજાવે છે. અજ્ઞાન દૂર થતાં દોરડી34 34199514 G42 Bllore 21441 BUL24 (projection, superimposition) sedi આપણે અટકી જઈએ છીએ અને પરિણામે દોરડી તેના ખરા રૂપમાં દેખાય છે. તેવી જ રીતે વૈશ્વિક અજ્ઞાન દૂર થતાં બ્રાન્ત જગતનો આરોપ બ્રહ્મરૂપ અધિષ્ઠાને ઉપર કરતાં આપણે અટકી જઈએ છીએ અને પરિણામે આપણને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.
શાંકર વેદાંતનો કાર્ય-કારણનો સિદ્ધાન્ત વિવર્તવાદ કહેવાય છે. કારણ વસ્તુતઃ પોતાના સ્વરૂપમાં જ રહે છે, તેનામાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ તેના બદલાઈ