________________
૨૭૬
પદર્શન , વિચ્છિન્નઅવસ્થા–કોઈ ક્લેશ બીજો ક્લેશ પ્રબળ બનવાથી દબાય અને એ બીજા ક્લેશની પ્રબળતા દૂર થતાં વળી પાછો તે પોતાના મૂળ રૂપે વ્યક્ત થાય અને આવી રીતે ધારા તૂટ્યા કરતી હોય તો તે ક્લેશ વિચ્છિન્ન અવસ્થાવાળો કહેવાય. પ્રસુપ્તાવસ્થા અને વિચ્છિન્નાવસ્થામાં એ ભેદ છે કે પ્રસુપ્તાવસ્થામાં ક્લેશની અવ્યક્ત દશા તેના વિષયના અભાવને કારણે હોય છે જ્યારે વિચ્છિન્નાવસ્થામાં તેની અવ્યક્ત દશા અન્ય ક્લેશથી તેના અભિભાવને કારણે હોય છે; વળી, પ્રસુપ્તાવસ્થામાં દીર્ઘકાળ સુધી અવ્યક્ત દશા હોય છે જ્યારે વિચ્છિન્નાવસ્થામાં અલ્પકાળની અવ્યક્ત દશા હોય છે. તેનુઅવસ્થા અને વિચ્છિન્ન અવસ્થામાં એ ભેદ છે કે તનુઅવસ્થામાં ક્લેશની (ક્લેશના સંસ્કારોની). તીવ્રતા યા દૃઢતા ઘટે છે જ્યારે વિછિન્ન અવસ્થામાં ક્લેશની (ક્લેશના સંસ્કારોની) તીવ્રતા યા દઢતા ઘટતી નથી અને પરિણામે એટલી જ તીવ્રતાવાળો ક્લેશ ફરી વ્યક્ત થાય છે. વિચ્છેદ કાળ અને દેશ બંને દૃષ્ટિએ સંભવે છે. રાગકાળે ક્રોધનો વિચ્છેદ અને ક્રોધકાળે રાગનો વિચ્છેદ થાય છે કારણ કે રાગ અને ક્રોધ એકબીજાના વિરોધી હોઈ તેમની અભિવ્યક્તિ એક સાથે સંભવતી નથી. આ થયો કાળની દૃષ્ટિએ વિચ્છેદ. ઉપરાંત, કોઈ એક વ્યક્તિનો એક વિષયમાં રાગ વ્યક્તિ હોય છે ત્યારે તેના બીજા વિષયોમાં રાગ નથી હોતો તેમ નહિ પરંતુ હોવા છતાં તે અનભિવ્યક્ત હોય છે. આની પાછળ એ સમજ કામ કરે છે કે કોઈ પણ બે વિષય પ્રત્યે એક સાથે રાગ વ્યક્ત થતો નથી. અહીં સમુદાયને એક વિષય જ ગણવો જોઈએ. ભાષ્યકાર જણાવે છે કે એક વ્યક્તિને એક વિષય પ્રત્યે રાગ વર્તમાન હોય છે. ત્યારે તેનો બીજા વિષયો પ્રત્યે રાગ અવ્યક્ત હોય છે (ભવિષ્યવૃત્તિ હોય છે, અને આ અવ્યક્ત યા ભવિષ્યવૃત્તિ રાગ કાં તો પ્રસુપ્ત હોય છે, કાં તો તનુ હોય છે અને કાં તો વિચ્છિન્ન હોય છે. આ દર્શાવે છે કે તનુઅવસ્થા એ અવ્યક્ત દશાનો જ એક પ્રકાર છે. આ થઈ દેશની દૃષ્ટિએ વિચ્છેદની વાત.''
ઉદારાવસ્થા-ઉદારાવસ્થા એ વ્યક્તાવસ્થા છે. પોતાના વિષયમાં પ્રવૃત્ત ફ્લેશ ઉદારાવસ્થાવાળો કહેવાય છે. | દગ્ધબીજઅવસ્થા–સૂક્ષ્મરૂપે, અવ્યક્તરૂપે યા સંસ્કારરૂપે રહેલા ક્લેશોનું અભિવ્યક્ત થવાનું સામર્થ્ય જ્યારે હણાઈ જાય છે ત્યારે તે ક્લેશો દગ્ધબીજાવસ્થાવાળા કહેવાય છે. આવા દગ્ધબીજભાવવાળા ક્લેશો અર્થાત્ ક્લેશોના સંસ્કારો પોતાને યોગ્ય વિષય ઉપસ્થિત થવા છતાં જાગતા નથી, વ્યક્ત થતા નથી.'
ઉદારાવસ્થા એ ક્લેશની વ્યક્તાવસ્થા છે, સ્થૂળ અવસ્થા છે, વૃત્તિરૂપ અવસ્થા છે જ્યારે બાકીની બધી અવસ્થાઓ ક્લેશની અવ્યક્તાવસ્થાઓ છે, સૂક્ષ્મ અવસ્થાઓ છે, સંસ્કારરૂપ અવસ્થાઓ છે. દગ્ધબીજ અવસ્થા સિવાયની બીજી બધી અવસ્થાઓમાં દિગ્વબીજપણું નથી. દગ્ધબીજ અવસ્થાવાળા ક્લેશ માત્ર વિવેકીને જ હોય છે. જ્યારે બાકીની અવસ્થાવાળા ક્લેશ માત્ર અવિવેકીને જ હોય છે. વિવેકીને માત્ર દધબીજ અવસ્થાવાળા જ ક્લેશ હોય છે જ્યારે અવિવેકીને દગ્ધબીજ સિવાયની જ અવસ્થાવાળા લેશો હોય છે.
ક્લેશોના સંસ્કારો તપ, સ્વાધ્યાય અને ઈશ્વપ્રણિધાનથી અદૃઢ બને છે, પાતળા