________________
૨૬૦
પદર્શન અસ્મિતાનુગતનું સાસ્મિત સમાપત્તિ અને અસ્મિતા માત્ર સમાપત્તિમાં વિભાજન કરે છે. વાચસ્પતિના મતનું ખંડન કરતાં વિજ્ઞાનભિક્ષુ યોગવાર્તિકમાં પાંચ સમાપત્તિઓ જણાવે છે – પ્રાહ્મવિષય તેમ જ ગ્રહણવિષયક સવિતર્ક આદિ ચાર અને ગ્રહીતૃવિષયક પાંચમી. “ગ્રાહ્યની જેમ પ્રહણ(ઇન્દ્રિયોના પણ સ્થળ અને સૂક્ષ્મ બે ભેદો સંભવતા હોઈ તે ગ્રહણની બાબતમાંય જે સમાપત્તિઓ થાય છે તે સવિતર્કો આદિ ચાર જ છે. આ સવિતર્ક આદિ ચાર ઉપરાંત ગ્રહીતૃવિષયક પાંચમી સમાપત્તિ પણ છે. પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે આઠ સમાપત્તિઓ માનવા માટે કોઈ જ પ્રમાણ નથી. આનન્દાનગુગત અને અસ્મિતાનુગત સમાધિની દિશામાં સાનંદ-નિરાનંદ તેમ જ સાસિત-નિરાસ્મિત એવા બે બે વિકલ્પો સંભવતા જ નથી. આનંદ તો લાદમાત્ર છે અને અસ્મિતા ચૈતન્યમાત્રસંવત્ છે એમ ભાષ્યકારે પોતે જ કહ્યું છે. “લાદ’ શબ્દનો અર્થ ઇન્દ્રિય કરવો તેમ જ “અસ્મિતા' શબ્દનો અર્થ અહંકારોપરક્તચૈતન્ય કરવો અનુચિત છે. જ્યાં મુખ્યાર્થ બાધ પામતો ન હોય ત્યાં લક્ષણાનો આશરો લેવો એ પણ યોગ્ય નથી. એટલે આનંદાનુગત પ્રજ્ઞાત સમાધિમાં હલાદશૂન્યત્વના વિકલ્પનો તેમ જ અસ્મિતાનુગત પ્રજ્ઞાત સમાધિમાં નિરસ્મિતાના વિકલ્પનો સ્વીકાર કરવી અનુચિત છે.
બધી જ સમાપત્તિઓ સબીજ છે.” અર્થાત્ સંપ્રજ્ઞાત યોગ સબીજ છે. સબીજ એટલે ? આલંબનરૂપ બીજ જેમાં હોય તેને સબીજ કહેવાય. સંપ્રજ્ઞાત યોગમાં કોઈ ને કોઈ આલંબન અવશ્ય હોય છે જ અને પરિણામે તેની ચિત્તવૃત્તિ પણ હોય છે જ. આ આલંબન ધૂલ હોય કે સૂક્ષ્મ, પ્રકૃતિ હોય કે પુરુષ પણ હોય છે જરૂર. આમ અહીં બીજનો અર્થ થયો આલંબન. વાર્તિકકાર બીજનો અર્થ કરે છે સંસ્કારહેતૃતા. સંસ્કારહેતુતા જેમાં હોય તે સબીજ. ચિત્તવૃત્તિ સંસ્કારની હેતુ યા જનક છે.” પ્રજ્ઞાત યોગમાં ચિત્તવૃત્તિ હોય છે જ અને જ્યાં ચિત્તવૃત્તિ હોય ત્યાં તેનું કોઈ ને કોઈ આલંબન પણ હોવાનું જ. આમ વાર્તિકકારને મતેય સબીજનો અર્થ છેવટે સાલંબન જ થાય.
નિર્વિચાર સમાપત્તિમાં આવરણરૂપ ચિત્તમળો દૂર થતાં પ્રકાશ સ્વભાવ બુદ્ધિસત્ત્વ રજોગુણ અને તમોગુણના પ્રભાવથી મુક્ત થાય છે. તેને લઈ સદૃશ ચિત્તવૃત્તિઓનો પ્રવાહ એકદમ સ્વચ્છ થઈ જાય છે. પરિણામે, આ વખતે પ્રજ્ઞા સર્વ અર્થને યુગપદ્ પ્રહણ કરે છે, યથાર્થ ગ્રહણ કરે છે અને સ્કુટરૂપે ગ્રહણ કરે છે. આ પ્રજ્ઞાને જ ઋતંભરા પ્રજ્ઞા નામ અપાયું છે.” ઋતંભરાનો વ્યુત્પત્યર્થ છે સત્યને ધારણ કરનાર (કૃત સત્યં વિર્તિ રતિ ઋતંભર). તેમાં વિપર્યય લેશમાત્ર હોતો નથી. આ પ્રજ્ઞાવાળો શોકરહિત હોય છે. આમ ઋતંભરા પ્રજ્ઞા વિવેકઞાતિરૂપ જ છે. બીજી રીતે કહીએ તો તંભરા પ્રજ્ઞા વિવેકીને હોય છે.
આ ઋતંભરા પ્રજ્ઞાનો વિષય આગમપ્રજ્ઞા અને અનુમાનપ્રજ્ઞાથી જુદો છે. આગમપ્રજ્ઞા તથા અનુમાનપ્રજ્ઞા સામાન્યવિષયક હોય છે જ્યારે ઋતંભરા પ્રજ્ઞા વિશેષવિષયક હોય છે.” આગમપ્રજ્ઞા અથવા શબ્દપ્રમાણ સામાન્યને જ ગ્રહણ કરે છે. આગમપ્રજ્ઞા શબ્દથી જન્મે છે. તેથી શબ્દ જે અર્થમાં સંકેતિત થયો હોય તે જ અર્થને એ રહે. શબ્દનો સંકેત જો વ્યક્તિરૂપ વિશેષમાં હોય તો એ શબ્દથી થતી આગમપ્રજ્ઞા વ્યક્તિરૂપ વિશેષને જાણી શકે.