________________
૨૫૯
યોગદર્શન પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે છે. લૌકિક પ્રત્યક્ષ, અનુમાન અને આગમ સ્થળ વિષયના
અશેષ વિશેષોનું જ્ઞાન કરાવવા અસમર્થ છે જ્યારે સમાપત્તિ તો સ્થૂળ વિષયના અશેષ વિશેષોનો સાક્ષાત્કાર કરાવે છે, એટલે સમાપત્તિ માટે કરેલી સાધના સાર્થક ઠરે છે.
સવિચારા સમાપત્તિ-આ સમાપત્તિમાંય શબ્દાર્થજ્ઞાનવિકલ્પ હોતો નથી. એટલે અહીં પણ ધ્યેય વિષય પોતાના કેવળ ઉદિત યા અભિવ્યક્ત યા વર્તમાન ધર્મ સાથે ગૃહીત થાય છે પણ તે તેના અતીત અને અનાગત ધર્મો સાથે ગૃહીત થતો નથી, તેમ જ તે ઉદિત ધર્મવાળો વિષય જ્યારે સમાપત્તિમાં ગૃહીત થાય છે ત્યારે તે પોતાના જ (પોતાની ઉદિત અવસ્થાના જ) દેશ, કાળ અને નિમિત્તના ભાવ સાથે જ ગૃહીત થાય છે. આમ આ દૃષ્ટિએ વિચારા સમાપત્તિ નિર્વિતર્ક સમાપત્તિ સાથે સામ્ય ધરાવે છે. પરંતુ નિર્વિતર્કો સમાપત્તિનો વિષય સ્થળ છે જ્યારે સવિચારા સમાપત્તિનો વિષય સૂક્ષ્મ છે.
નિર્વિચારા સમાપત્તિ-આ સમાપત્તિમાંય શબ્દાર્થજ્ઞાનવિકલ્પ હોતો નથી. અહીં પ્રજ્ઞામાં સર્વ ધર્મોના આશ્રયરૂપ અને સર્વ ધર્મોના આત્મારૂપ ધર્મી પદાર્થ તેના શાન્ત (અતીત), ઉદિત (વર્તમાન) અને અવ્યપદેશ્ય (અનાગત) ધર્મોથી અવિશિષ્ટરૂપે ભાસે છે. જેમ મોજાં સમુદ્રરૂપ જ છે અને સમુદ્ર જ તેમનો આશ્રય છે તેમ ધર્મો યા આકારો ધર્મરૂપ જ છે અને ધર્મી જ તેમનો આશ્રય છે. મોજાં વિનાનો સમુદ્ર જેવો ભાસે તેવો આકારો યા ધર્મો વિનાનો ધર્મી અહીં ભાસે છે. આ ધર્મો પદાર્થ સૂક્ષ્મ હોય છે. વળી, આ ધ્યેયવિષય સ્વદેશ-કાલ-નિમિત્તથી યુક્ત ગૃહીત થતો નથી, પરંતુ તે બધાંથી રહિત કેવળ જ ગૃહીત થાય છે. અર્થાત્ અહીં ધ્યેય વિષય દેશ-કાલ-નિમિત્તાતીત પ્રતીત થાય છે. આ કારણે જ આ સમાપત્તિગત પ્રજ્ઞાને “અર્થમાત્રનિર્માસા' ગણી છે. ૨૫ એ વાત ધ્યાનમાં રાખીએ કે નિર્વિતક સમપત્તિનેય “અર્થમાત્રનિર્માસા' ગણી છે, પરંતુ ત્યાં અર્થનો અર્થ શબ્દાર્થજ્ઞાનવિકલ્પરહિત કેવળ પોતાના જ દેશ, કાળ અને નિમિત્તથી યુક્ત વર્તમાન ધર્મવાળો ધૂળ ધ્યેય વિષય છે જ્યારે અહીં અર્થનો અર્થ પોતાના દેશ, કાળ, નિમિત્તથીય રહિત સર્વધર્મથી અવિશિષ્ટ કેવળ સૂક્ષ્મ ધ્યેય વિષય છે.
આમ સવિતર્ક સમાપત્તિમાં સ્થૂળ ધ્યેય વિષય શબ્દાર્થજ્ઞાનવિકલ્પસહિત ગૃહીત થાય છે. નિર્વિતર્ક સમાપત્તિમાં સ્થૂળ ધ્યેય વિષય શબ્દાર્થજ્ઞાનવિકલ્પરહિત ગૃહીત થાય છે પરંતુ તે સ્વદેશ-કાલ-નિમિત્તસહિત જ ગૃહીત થાય છે. સવિચાર સમાપત્તિ નિર્વિતર્ક સમપત્તિ જેવી જ છે પરંતુ ફેર માત્ર એટલો જ કે સવિચાર સમાપત્તિનો વિષય સૂક્ષ્મ હોય છે જ્યારે નિર્વિતર્ક સમાપત્તિનો વિષય છૂળ હોય છે. નિર્વિચાર સમાપત્તિમાં તો તે સૂક્ષ્મ વિષય પોતાના દેશ-કાળ-નિમિત્ત વિના તેમ જ પોતાના ધર્મો વિના કેવળ ગૃહીત થાય છે.
સમાપત્તિઓની સંખ્યા વિશે શાસ્ત્રકારોમાં મતભેદ છે. ભાષ્યકાર સ્પષ્ટપણે સવિતર્ક આદિ ચાર પ્રકારની જ સમાપત્તિઓ માને છે. વાચસ્પતિ તેમ જ તેમના અનુયાયીઓ અનુસાર સમાપત્તિઓ આઠ પ્રકારની છે. તેઓ વિતર્કનુગતનું સવિતર્ક સમાપત્તિ અને નિર્વિતક સમપત્તિમાં, વિચારાનુગતનું સવિચારા સમાપત્તિ અને નિર્વિચારા સમાપત્તિમાં, આનંદાનુગતનું સાનંદ સમાપત્તિ અને આનંદમાત્ર સમાપત્તિમાં અને