________________
યોગદર્શન
૨૫૭
સાધવી જોઈએ. પૂર્વવર્તી ભૂમિકાઓમાં ઉત્તરવર્તી બધી ભૂમિકાઓના વિષયોનું અસ્પષ્ટ ચિંતન હોય છે; અને એથી ઊલટું ઉત્તવર્તી ભૂમિકાઓમાં પૂર્વવર્તી ભૂમિકાઓના વિષયોના ચિંતનનો સર્વથા અભાવ હોય છે. આનો અર્થ એ થયો કે વિતર્કનુગત સંપ્રજ્ઞાત યોગમાં વિચારાનુગત, આનંદાનુગત અને અસ્મિતાનુગત આ ત્રણેય ભૂમિકાઓની ભાવનાઓ અસ્પષ્ટપે વિદ્યમાન હોય છે; વિચારાનુગત સંપ્રજ્ઞાત યોગમાં આનંદાનુગત અને અસ્મિતાનુગત એ બંનેય ભૂમિકાઓની ભાવનાઓ અસ્પષ્ટરૂપે વિદ્યમાન હોય છે; આનંદાનુગત સંપ્રજ્ઞાત યોગમાં અસ્મિતાનુગત ભૂમિકાની ભાવના અસ્પષ્ટરૂપે હોય છે, પરંતુ અસ્મિતાનુગતપ્રજ્ઞાત યોગ આનંદ, વિચાર તથા વિતર્કથી રહિત હોય છે; આનંદાનુગત સંપ્રજ્ઞાત યોગ વિચાર તથા વિતર્કથી રહિત હોય છે. અને વિચારાનુગત સંપ્રજ્ઞાત યોગ વિતર્કથી રહિત હોય છે.'
સંપ્રજ્ઞાત યોગના બીજી રીતે પણ ભેદ કરવામાં આવે છે. ચિત્ત પોતાના ધ્યેય યા શેય વિષયના આકારે પરિણમે છે એવો યોગસિદ્ધાંત છે. સંપ્રજ્ઞાતયોગમાં ચિત્તમળો ક્ષીણ થઈ ગયા હોઈ ચિત્તમાં ધ્યેય વિષયનો આકાર સ્પષ્ટ ઊઠે છે. સંપ્રજ્ઞાત યોગમાં ચિત્તનું વિષયના સ્પષ્ટ આકારે પરિણમન - તરંજનતા યા તદાકારતા - સમાપત્તિને નામે ઓળખાય છે. આ સમાપત્તિના વિષયભેદે સામાન્યપણે ત્રણ ભેદ થાય છે– ગ્રાહ્યસમાપત્તિ, પ્રહણ સમાપત્તિ અને ગ્રહીતૃસમાપત્તિ. ગ્રાહ્યમાં સ્થૂળ ભૂતરૂપ પૃથ્વી વગેરે તત્ત્વો, સૂક્ષ્મ ભૂતરૂપ શબ્દ વગેરે તત્પાત્રોથી માંડી પ્રકૃતિ સુધીનાં તત્ત્વો તથા ઘટ, પટ, વગેરે સ્થાવર-જંગમ પદાર્થોનો સમાવેશ થાય છે. ગ્રહણનો અર્થ છે ઈન્દ્રિયો અને ગ્રહીતૃનો અર્થ છે પુરુષ.
સમાપત્તિના સામાન્ય ભેદોનું નિરૂપણ કર્યા પછી હવે તેના વિશેષ ભેદોની વાત કરીએ. તે વિશેષ ભેદો છે–સવિતક સમપત્તિ, નિર્વિતક સમપત્તિ, સવિચાર સમાપત્તિ, નિર્વિચાર સમાપત્તિ.
સવિતર્ક સમાપત્તિ-વિતર્કનો અર્થ અહીં શબ્દાર્થજ્ઞાનવિકલ્પ લેવાનો છે. જે સમાપત્તિ શબ્દાર્થજ્ઞાનવિકલ્પથી યુક્ત છે તેને સવિતર્ક સમાપત્તિ કહેવામાં આવે છે. એકબીજાથી ભિન્ન એવાં શબ્દ, અર્થ અને જ્ઞાનના અભેદની પ્રતીતિને અહીં શબ્દાર્થજ્ઞાનવિકલ્પ કહ્યો છે. ઉદાહરણાર્થ, “આ ગાય છે' એવું નિશ્ચયાત્મક જ્ઞાન જ્યારે આપણને થાય છે ત્યારે આપણા તે જ્ઞાનમાં ગાય' એ પદ (શબ્દ), ધાબળી અને શિંગડાવાળું પ્રાણી ગાય (અર્થ) અને ગાય પ્રાણીના આકારની ચિત્તવૃત્તિ (જ્ઞાન) એ ત્રણેય જે ખરેખર ભિન્ન છે તેમનું અભિન્નરૂપે ગ્રહણ હોય છે. ભિન્ન વસ્તુઓનું અભિરૂપે ગ્રહણ જો વ્યવહારથી બાધ પામતું ન હોય તો તેને વિપર્યય નહીં પણ વિકલ્પ કહેવામાં આવે છે. ભિન્ન શબ્દ, અર્થ અને જ્ઞાનમાં અભેદની પ્રતીતિ વ્યવહારથી બાધ પામતી નથી પરંતુ તેનાથી જ વ્યવહાર ચાલે છે. એટલે તે પ્રતીતિને વિકલ્પ ગણી છે. વળી, આ શબ્દાર્થજ્ઞાનવિકલ્પમાં સંકેતસ્મરણ પણ અવશ્ય હોય છે. ‘અમુક શબ્દ અમુક અર્થનો વાચક છે' એવો શબ્દ અને અર્થનો નિયત સંબંધ સંકેત