________________
૧૬
ષદર્શન
આવી વ્યક્તિના શબ્દથી થનારું જ્ઞાન સંવાદી હોય છે. એટલે તે પ્રમાણે છે : ૨. પ્રમેય–જ્ઞાનનો વિષય પ્રમેય કહેવાય છે. તેના બાર પ્રકાર છે. આત્મા, શરીર,
ઇન્દ્રિય, અર્થ (પદાર્થ), બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ (પુનર્જન્મ), ફલ,
દુઃખ અને અપવર્ગ (મોક્ષ) ૩. સંશય-બે ભિન્ન અને વિરોધી ધારણાઓમાંથી કઈ સાચી તેનો નિર્ણય ન થઈ
શકવો એ સંશય છે." ૪. પ્રયોજન-જે ઉદ્દેશ્યથી મનુષ્ય કોઈ કાર્યમાં પ્રવૃત્ત થાય છે તે જ પ્રયોજન છે." ૫. દૃષ્ટાન્ત-કોઈ વસ્તુ પુરવાર કરવા માટે જેનું ઉદાહરણ દેવામાં આવે તે દૃષ્ટાંત
કહેવાય. જે બાબતમાં પક્ષ અને વિપક્ષ બંને એક મત હોય તેને જ ઉદાહરણના
રૂપમાં પ્રસ્તુત કરી શકાય. ૬. સિદ્ધાન્ત-જે પદાર્થ પ્રમાણસિદ્ધ હોય તેને સિદ્ધાન્ત કહેવામાં આવે છે. ૭. અવયવ-પરાર્થાનુમાનમાં જેટલાં વાક્યોનો પ્રયોગ કરવો પડે છે તે બધા
“અવયવો' કહેવાય છે. ૮. તર્કતર્ક એ વિચારણા છે જે આપણને હેતુને આધારે જ્ઞાત ઉપરથી અજ્ઞાતનું જ્ઞાન
કરાવે છે. તે સ્વયં પ્રમાણ નથી પણ પ્રમાણનો સહાયક છે.” ૯. નિર્ણય-પક્ષ અને પ્રતિપક્ષ ઉપર વિચાર કરી અર્થનો નિશ્ચય કરવો તે જ
નિર્ણય છે.' ૧૦. વાદ-કથા(શાસ્ત્રચર્ચા)ના ત્રણ પ્રકાર છે-વાદ, જલ્પ અને વિતંડા. પ્રમાણ અને
તર્ક દ્વારા પોતાના પક્ષની સ્થાપના અને પરપક્ષનું ખંડન જે શાસ્ત્રચર્ચામાં હોય તેને વાદ કહેવામાં આવે છે. વાદમાં જીતવાની ઇચ્છા નથી હોતી પરંતુ તત્ત્વનો નિર્ણય કરવાની જ ઇચ્છા હોય છે. એટલે એમાં છલ, જાતિ અને નિગ્રહસ્થાનનો
પ્રયોગ હોતો નથી.” ૧૧. જલ્પ–જલ્પમાં પોતાના પક્ષની સ્થાપના અને પરપક્ષનું ખંડન કરતી વખતે છલ,
જાતિ અને નિગ્રહસ્થાનનો પણ આશરો લેવામાં આવે છે. જલ્પમાં જીતવાની
ઇચ્છા હોય છે. ૧૨. વિતંડા-પૂર્વોક્ત જલ્પ જ જ્યારે પોતાના પક્ષની સ્થાપના નહિ પણ કેવળ
પરપક્ષનું ખંડન જ કરે છે ત્યારે તે વિતંડા કહેવાય છે.” ૧૩. હેત્વાભાસ-સાધ્યનો હેતુ ન હોવા છતાં જે તેના હેતુ જેવો જણાય છે તે
હેવાભાસ છે. ૧૪. છલ–વક્તાને અભિપ્રેત અર્થથી શબ્દનો બીજો જ અર્થ કરવો અને તેના વચનને
તોડવું એ છલ છે." ૧૫. જાતિ–ઉદાહરણના સાર્થ સાથેના સાધર્મ કે વૈધર્મ દ્વારા દોષ બતાવવો તે
જાતિ છે.