________________
૨૪ ૨
પદર્શન લાભ થાય છે. તપ સિદ્ધ થતાં અશુદ્ધિરૂપ આવરણો નાશ પામે છે અને આવરણોનો નાશ થતાં અણિમા વગેરે કાયસિદ્ધિઓ અને દૂરના શબ્દનું શ્રવણ, દૂરની વસ્તુનું દર્શન વગેરે ઇન્દ્રિયસિદ્ધિઓ સાધકને પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય સિદ્ધ થતાં સાધકને ઇષ્ટ દેવ, ઋષિ કે સિદ્ધનું દર્શન-મિલન થાય છે અને ઈષ્ટ કાર્યમાં તે સાધકને સહાય પણ કરે છે. ઈશ્વપ્રણિધાન સિદ્ધ થતાં સંપ્રજ્ઞાતસમાધિ યા પ્રશાન્તવાહિતા પ્રાપ્ત થાય છે; ઉપરાંત, દેશાંતર, કાલાંતર કે દેહાંતરની વસ્તુઓનું યથાર્થ જ્ઞાન પણ સાધક જાણવા ઇચ્છે તો તેને થાય છે.૩૭
આસન
શરીર નિશ્ચલ રહે અને મનને સુખ થાય એવી રીતે અમુક ચોક્કસ સમય સુધી બેસવું તે આસન છે. એટલે આસનના અનેક પ્રકારો સંભવે છે. પરંતુ ભાષ્યકારે નીચેનાં આસનો ગણાવ્યાં છે–પદ્માસન, વીરાસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન, દંડાસન, સોપાશ્રય, પર્યક, ક્રૌંચનિષદન, હસ્તિનિષદન, ઉષ્ટ્રનિષદન અને સમસંસ્થાન.
આસનની સિદ્ધિ માટે અર્થાત્ શરીર નિશ્ચલ રહે અને મન પ્રસન્ન રહે એવી રીતે અમુક ચોક્કસ કાળ સુધી બેસવાની ટેવ પાડવા શું કરવું જોઈએ ? તેને માટે બે ઉપાયો છે – પ્રયત્નશૈથિલ્ય અને અનન્તસમાપત્તિ. વાચસ્પતિને મતે પ્રયત્નશૈથિલ્યનો અર્થ છે દેહધારણ કરનાર સ્વભાવસિદ્ધ પ્રયત્નને મંદ પાડવો તે. એને મંદ પાડવો જોઈએ કારણ કે તે શરીરની વિવિધ ક્રિયાઓમાં શરીરને ધારણ કરતો હોઈ યોગને અનુકૂળ આસનની સિદ્ધિમાં એ વિરોધી છે. ભિક્ષુને મતે પ્રયત્નશૈથિલ્યનો અર્થ છે શરીરના વ્યાપારો મંદ કરવા તે. તે વ્યાપારો ઓછા કરવા જોઈએ કારણ કે બહુ વ્યાપાર કરી આસન કરનારા સાધકને શરીર સ્થિર રાખી બેસવું કઠણ પડે છે. અનંતસમાપત્તિનો અર્થ છે અનંત આકાશનું કે અનંત શેષનાગનું ધ્યાન. શેષનાગનું ધ્યાન આસનસિદ્ધિમાં ઉપકારક છે એ વાત હઠયોગપ્રદીપિકામાં પણ કહી છે. (અનન્ત પ્રગમેન્દ્ર રેવં નાશ પી સિદ્ધ). આસન સિદ્ધ થતાં સાધક ટાઢ-તાપ વગેરે દ્વન્દ્રોથી પીડા પામતો નથી, અભિભૂત થતો નથી. ઉપરાંત, અંગમેજય યોગાંતરાય પણ દૂર થાય છે. આ દર્શાવે છે કે ચિત્તની સ્થિરતા માટે આસન કેટલું ઉપયોગી છે.
પ્રાણાયામ પ્રાણવાયુના ચાંચલ્યને કારણે ચિત્તમાં ચંચળતા આવે છે. ચંચળ ચિત્ત ધારણા, ધ્યાન અને સમાધિને ઉપયોગી નથી. પ્રાણાયામના અભ્યાસથી જ ધીમે ધીમે ચિત્તમાં એકાગ્રતા આવવા લાગે છે. એટલે ધારણા અને ધ્યાન પહેલાં પ્રાણાયામનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે.
શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક નિરંતર પ્રવહણશીલ ગતિનો વિચ્છેદ થઈ જવો અર્થાત્ રોકાઈ જવું તે પ્રાણાયામ કહેવાય છે. બાહ્ય વાયુનો અંતઃપ્રવેશ થાય છે. અંદરના વાયુનું બહાર નીકળવું પ્રશ્વાસ છે. એ બંનેની જે નિરંતર સ્વાભાવિક ગતિ છે તેનો વિચ્છેદ એ પ્રાણાયામ શબ્દનો મુખ્ય અર્થ છે. રેચક અને પૂરકમાં ગતિ રહેવા છતાં તે