________________
યોગદર્શન
૨૪૧ પ્રાણીઓને અભયદાન આપીને મેં યોગધર્મ અંગીકાર કર્યો છે. તે યોગધર્મનો ત્યાગ કરી હું જો ફરીથી હિંસા વગેરે વિતર્કોને ગ્રહણ કરું તો ઓકેલાને ખાનાર કૂતરામાં અને મારામાં શો ફેર?'૧૮ વળી, આ બધા વિતર્કો કેવાં દુઃખ અને અજ્ઞાનરૂપ ફળો આપનાર છે તેનો વિચાર કરવો એ પણ વિતર્કોની પ્રતિપક્ષભાવના છે. ઉદાહરણાર્થ, હિંસાના વિપાકોને સાધક નીચે પ્રમાણે વિચારે છે : “હિંસા કરનાર પહેલાં તો પ્રાણીનું બળ હરી લે છે, પછી તેના ઉપર પ્રહાર કરી તેને દુ:ખ ઉપજાવે છે અને છેવટે તેને મારી નાખે છે. પ્રાણીનું બળ હરી લેવાને પરિણામે હિંસા કરનારના ચેતન-અચેતન ઉપકરણો (સ્ત્રી, પુત્ર, ગાય, સોનું, ચાંદી વગેરે) નાશ પામે છે અથવા તો તે ઉપકરણોનો ભોગ કરવાનું તેનું સામર્થ્ય હણાય છે; પ્રાણીના ઉપર પ્રહાર કરી તેને પીડા ઉપજાવવાને પરિણામે પ્રહાર કરનાર નરક, તિર્યંચ અને પ્રેત વગેરે ગતિઓમાં દુઃખ અનુભવે છે, પીડા પામે છે; તેમ જ પ્રાણીને મારી નાખવાને પરિણામે મારી નાખનારને રોગ વગેરેથી મરણતુલ્ય વેદના આપનાર અવસ્થામાં, મરવા ઇચ્છતો હોવા છતાં, સીદાવું પડે છે.”૨૯ આ રીતે જ સ્તેય વગેરેના વિપાકોને વિચારવા.” જ્યારે યોગીના ચિત્તમાં એ વિતર્કો ન ઊઠે ત્યારે તે યોગીના યમ અને નિયમ દૃઢ યા સિદ્ધ થયા ગણાય.
જ્યારે સાધકના યમ અને નિયમ સિદ્ધ થાય છે ત્યારે સાધકને અમુક ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. યોગીના એવા ઐશ્વર્ય યા પ્રભાવને દેખી આપણે જાણી શકીએ છીએ કે તે યોગીને યમ અને નિયમ સિદ્ધ છે. અહિંસા વગેરે યમો અને શૌચ વગેરે નિયમોની સિદ્ધિથી કેવું કેવું ઐશ્વર્ય સાધકને પ્રાપ્ત થાય છે તેનો નિર્દેશ કરી દઈએ. અહિંસા સિદ્ધ
થતાં યોગીના સાનિધ્યમાં હિંસક પ્રાણીઓ વેર ત્યજી એકમેક સાથે સ્નેહભાવથી રહે . છે. સત્ય સિદ્ધ થતાં યોગીની વાણી પ્રમાણે ક્રિયાઓ અને ક્રિયાફળો થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમની વાણી અર્થને અનુસરતી નથી પણ અર્થ તેમની વાણીને અનુસરે છે. અસ્તેય સિદ્ધ થતાં સાધકને અભિલાષા ન હોવા છતાં, અમૂલ્ય રત્નોની પ્રાપ્તિ થાય છે.” બ્રહ્મચર્ય સિદ્ધ થતાં સાધકને નિરતિશય સામર્થ્ય પ્રાપ્ત થાય છે, તેના ગુણો અપ્રતિહત વધ્યે જ જાય છે અને તે શિષ્યોમાં જ્ઞાન ઉતારવા શક્તિમાન બને છે. ૫ અપરિગ્રહ સિદ્ધ થતાં સાધકને પોતાના ભૂત, વર્તમાન અને ભાવિ જન્મોનાં સ્વરૂપ અને હેતુઓનો સાક્ષાત્કાર થાય છે. પૂર્વ જન્મમાં હું કેવો હતો, શા કારણે એવો હતો, વર્તમાન જન્મમાં હું કેવો છું, શા કારણે એવો છું, ભાવિ જન્મમાં હું કેવો હોઈશ, શા કારણે એવો હોઈશ' આવી જિજ્ઞાસાઓ સાધકને થતાં તેને તે જિજ્ઞાસાનું સ્પષ્ટ સમાધાન થાય છે. બાહ્ય શૌચ સિદ્ધ થતાં સાધકને પોતાના શરીર ઉપર ધૃણા થાય છે અને પરશરીરના સંસર્ગની કામના દૂર થાય છે. પોતાના શરીરને શુદ્ધ કરવાના ખૂબ પ્રયત્નો કરવા છતાં તે શુદ્ધ થતું નથી એવી ખાતરી થતાં સાધકને પોતાના શરીર પ્રત્યે ધૃણા થાય છે. વળી, જેવું પોતાનું શરીર છે તેવું જ બીજાનું છે એટલે બીજાના શરીરના સંસર્ગની કામના પણ નિવૃત્ત થાય છે. આત્યંતર શૌચ સિદ્ધ થતાં અનુક્રમે સાધકની બુદ્ધિ શુદ્ધ થાય છે, ચિત્ત પ્રસન્ન બને છે, એકાગ્રતા ઉભવે છે, ઇન્દ્રિયો ઉપર કાબૂ આવે છે અને આત્મદર્શનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. સંતોષ સિદ્ધ થતાં સાધકને નિરતિશય સુખનો