________________
૨૩૮
પદર્શન - કોઈ પણ રીતે કોઈ પણ કાળે કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો તે અહિંસા છે. દ્રોહ ન કરવામાં પીડા ન કરવી આવી જ જાય છે. સત્ય વગેરે બાકીના યમો તેમ જ નિયમો અહિંસામૂલક છે. અહિંસાની સિદ્ધિ માટે જ સત્ય વગેરે બાકીના યમો અને નિયમોનું પાલન કરવાનું છે. જો સત્ય વગેરે બાકીના યમો અને નિયમોનું પાલન કરવામાં ન આવે તો તેથી કોઈ ને કોઈ પ્રાણીનો દ્રોહ અવશ્ય થાય છે અને પરિણામે અહિંસા મલિન બને છે, તેથી અહિંસાને નિર્મળ રાખવા તેમનું પણ પાલન અવશ્ય કરવું જોઈએ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અહિંસા વિના પાળવામાં આવતા સત્ય વગેરે યમો અને નિયમો નિષ્ફળ અને વ્યર્થ છે. વળી, સત્ય વગેરે યમો અને શૌચ વગેરે નિયમોનું પાલન શુદ્ધ
છે કે નહિ તેની કસોટી પણ અહિંસા પૂરી પાડે છે. સત્ય વગેરે યમો અને શૌચ વગેરે નિયમોનું જે અનુષ્ઠાન અહિંસાનું પોષક હોય તે શુદ્ધ અને જે અહિંસાનું વિરોધી હોય તે અશુદ્ધ. આમ પાંચ યમો અને પાંચ નિયમોમાં અહિંસા જ મુખ્ય છે."
જેવી વસ્તુ હોય તેવી જ સમજી તેને જેવી સમસ્યા હોઈએ તેવી જ કહેવી તે સત્ય . છે. પ્રત્યક્ષ, અનુમાન અને આગમથી વસ્તુને યથાર્થ જાણી સમજીને બીજામાં પોતાનું યથાર્થ જ્ઞાન સંક્રાન્ત કરવાના ઈરાદે તેની આગળ પોતે જેવી તેને સમજ્યા હોઇએ તેવી જ વર્ણવવી તે સત્ય છે. પોતાનું યથાર્થ જ્ઞાન બીજામાં સંક્રાન્ત કરવા જે વાણી બોલવામાં આવે તે જો બીજાને છેતરનાર ન હોય, તેનામાં ભ્રમ ઊભો કરનાર ન હોય અને તેનામાં ઈષ્ટ બોધ ઉત્પન્ન કરવા અસમર્થ ન હોય તો જ તેને સત્ય ગણવામાં આવે છે. વળી, વાણીમાં ઉપરના ગુણો હોય પણ જો તે ભૂતોપકારક ન હોય તો પણ તેને સત્ય ન ગણાય. ઉપરાંત, વાણીમાં બધા ગુણો હોય પણ જો તે કોઈને પણ દુઃખકર હોય તો તેને સત્ય નહિ ગણાય. તેથી બરાબર વિચારી જે સત્ય સર્વભૂતોપકારક હોય અને સૌને પ્રિય હોય તે જ બોલવું. આમ સત્ય વાણી તે જ કહેવાય જેમાં નીચેના છયે ગુણો હોય-(૧) વક્તાએ જે વસ્તુ યથાર્થ જાણી હોય તે વસ્તુને જ જેવી જાણી હોય તેવી જ નિરૂપનાર, (૨) સાંભળનારને છેતરે તેવી ન હોય, (૩) સાંભળનારમાં ભ્રમ જગાડે તેવી ન હોય (૪) સાંભળનારને સમજ ન પડે એવી ન હોય, (૫) સૌનું કલ્યાણ કરનારી હોય અને (૬) કોઈનેય દુઃખકર ન હોય.”
શાસ્ત્રમાં નિષિદ્ધ ઉપાયો વડે બીજાની વસ્તુ તેની જાણ બહાર લઈ લેવી કે તેના જાણવા છતાં પડાવી લેવી તે તેય છે, ચોરી છે. આવી રીતે બીજાની વસ્તુ લઈ લેવી કે પડાવી લેવી તે જ નહિ પણ તેવી રીતે બીજાની વસ્તુ લઈ લેવાની કે પડાવી લેવાની ઇચ્છા કરવી તે પણ તેમ છે. તેમાંથી વિરમવું તે અસ્તેય છે.'' | ગુહ્ય ઇન્દ્રિયનો સંયમ તે બ્રહ્મચર્ય એવો પ્રસિદ્ધ અર્થ છે પણ અહીં તેનો અર્થ જરા લંબાવવાનો છે. બ્રહ્મચર્ય એટલે સર્વ પ્રકારની કામચેષ્ટાઓનો ત્યાગ ૨
વિષયદોષદર્શનને પરિણામે થતો વિષયોનો ત્યાગ તેમ જ વિષયો પ્રત્યેના મમત્વ અને આસક્તિનો ત્યાગ એ અપરિગ્રહ છે. 13
જાતિ, દેશ, કાળ અને સમય(અવસર)થી મર્યાદિત યા સંકુચિત ન બનેલા સાર્વભૌમ યમો મહાવ્રત કહેવાય છે.' જાતિ, દેશ, કાળ અને સમયની છૂટછાટવાળા