________________
પદર્શન અભ્યાસ અને વૈરાગ્ય ઉપરાંત ઈશ્વરભક્તિ પણ ચિત્તની સ્થિરતા સાધવા માટેનું એક અગત્યનું અને સાર્વજનીન સાધન છે." ભક્તિને કારણે ભક્ત ઈશ્વરની એટલો નજીક આવે છે કે ભેદનો ભાવ જ ન રહે. ભેદ તો રહે છે પરંતુ ભેદનું ભાન રહેતું નથી અને ચિત્ત તલ્લીન થઈ જાય છે. યોગદર્શન અનુસાર પ્રણવ યા “ૐ” ઈશ્વરનો વાચક છે. પ્રણવનો જાપ અને એના અર્થનું ચિંતન ઈશ્વરોપાસનાની અને ચિત્તની એકાગ્રતા સાધવાની સરળ રીત છે. યોગભાષ્યકારે તો ઈશ્વરાનુગ્રહની વાત પણ કરી છે. તે જણાવે છે કે સાધક ઈશ્વરભક્તિથી ઈશ્વરનો અનુગ્રહ સંપાદન કરે છે, તે સર્વશક્તિમાન ઈશ્વરના “આ સાધકને સમાધિલાભ થાઓ' એવા સિદ્ધ સંકલ્પરૂપ અનુગ્રહથી સાધકને સમાધિલાભ થાય છે. અમુક વિષય ઉપર ચિત્ત સહેલાઈથી સ્થિર થઈ શકે જો તે વિષય પ્રત્યે તેને ઉત્કટ રાગ હોય એવું કહેનારની વાતનો યોગદર્શને અહીં આંશિક સ્વીકાર કર્યો છે. એટલે જ યોગદર્શને પ્રશસ્ત રાગરૂપ ઈશ્વરભક્તિને ચિત્તની સ્થિરતા સાધવાનો એક સરળ અને સર્વસાધારણ ઉપાય ગણ્યો છે. અલબત્ત, યોગદર્શન પ્રમાણે વિષયો પ્રત્યેનો રાગ અપ્રશસ્ત છે અને તે ચિત્તની સ્થિરતા સાધવા કોઈ રીતે ઉપયોગી નથી.
યોગને કેટલાક ઉદ્યોગરૂપ માને છે, કેટલાક વિયોગરૂપ માને છે અને કેટલાક સંયોગરૂપ માને છે. વાસ્તવમાં આ ત્રણેય રૂપો યોગમાં જણાય છે. અભ્યાસ ઉદ્યોગ છે, વૈરાગ્ય વિયોગ છે અને ઈશ્વરભક્તિ સંયોગ છે. અહીં ચિત્તવૃત્તિનિરોધના ઉપાયોનું વ્યાપકરૂપે યા સામાન્યરૂપે નિરૂપણ કર્યું છે. તેના વિશેષ ઉપાયોનું નિરૂપણ યથાસ્થાને કરીશું. કેટલાક એવું માને છે કે અભ્યાસ અને વૈરાગ્યરૂપ સાધના યોગારૂઢ ઉત્તાધિકારીઓ માટે છે; તપે, સ્વાધ્યાય અને ઈશ્વપ્રણિધાનરૂપ સાધનો મધ્યમ અધિકારીઓ માટે છે; યમ વગેરે આઠેય સાધનો મંદ અધિકારીઓ માટે છે. તપ, સ્વાધ્યાય અને ઈશ્વપ્રણિધાન એ ત્રણને ક્રિયાયોગ કહે છે. આ ત્રણેયનો બીજા યોગાંગ નિયમમાં સમાવેશ થાય છે. યમ વગેરે આઠ સાધનોને યોગના આઠ અંગો (અષ્ટા) ગણવામાં આવે છે. ક્રિયાયોગ તેમ જ અષ્ટાંગયોગનું નિરૂપણ યોગ્ય સ્થળે કરીશું.
પાદટીપ
૧ વોરભાષ્ય . ૨૨ | २ अभ्यासवैराग्याभ्यां तन्निरोधः । योगसूत्र १. १२ । ૩ ...સમુયો તુ વિવ.. તારી ૨. ૨૨ / ४ तत्र स्थितौ यत्नोऽभ्यासः । योगसूत्र १. १३ । ५ स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः । योगसूत्र १. १४ । F दृष्टानुअविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् । योगसूत्र १. १५ । ७ तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम् । योगसूत्र १. १६ ।