________________
યગ્દર્શન
જયંત ભટ્ટ સાંખ્યની પ્રમાણ-ફળની માન્યતાની ટીકા કરે છે. તે કહે છે કે પ્રમાણ અને તેનું ફળ એક જ અધિકરણમાં રહે એવો નિયમ છે. પરંતુ સાંખ્યમાં આનો વ્યતિક્રમ છે. સાંખ્યમાં જ્ઞાન, બોધ અને અધ્યવસાય બુદ્ધિમાં રહે છે, બુદ્ધિ અચેતન છે. પરંતુ જ્ઞાન, બોધ અને અધ્યવસાયનું ફળ અર્થદર્શન બુદ્ધિમાં નથી કારણ કે તે અચેતન છે. ઉપરાંત જે અર્થદર્શન કરે છે તે દ્રષ્ટા પુરુષમાં જ્ઞાન, બોધ કે અધ્યવસાય નથી રહેતા. પરંતુ બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડવાથી જ્ઞાન, બોધ અને અધ્યવસાયનો પુરુષમાં આરોપ કરાય છે અને બુદ્ધિ અચેતન હોવા છતાં ચેતનાકારવાળી હોય એવી લાગે છે. આમ પ્રમાણ-ફળનું એકાધિકરણમાં હોવું વાસ્તવિક નથી પણ મિથ્યા છે. ચિદ્ધર્મ બુદ્ધિમાં મૃષા છે તેમ જ બુદ્ધિધર્મ ચિત્માં મૃષા છે.” ભિક્ષુએ પ્રમાણ અને ફળ એક જ અધિકરણમાં હોવું જોઈએ તેનો વિરોધ કરેલો છે એ વાત આપણે જોઈ ગયા છીએ.
૧૮૨
જયંત ભટ્ટે પોતાની ન્યાયમંજરીમાં ઈશ્વરકૃષ્ણના પ્રત્યક્ષલક્ષણની પરીક્ષા કરી છે. તે કહે છે કે ઈશ્વરકૃષ્ણનું ‘પ્રતિવિષયાધ્યવસાયો દષ્ટમ્' એવું પ્રત્યક્ષલક્ષણ બરાબર નથી કારણ કે અનુમાન વગેરે પ્રમાણો પણ પ્રતિવિષયાધ્યવસાય સ્વભાવવાળા જ છે. ‘પ્રતિ’ શબ્દનો અર્થ આભિમુખ્ય કરી અતિવ્યાપ્તિદોષ ટાળવાનો પ્રયત્ન પણ વ્યર્થ છે કારણ કે ‘આ ઘટ છે' એવા પ્રત્યક્ષની જેમ ‘આ પર્વત અગ્નિવાળો છે' એવું અનુમાન આભિમુખ્યથી યા સમ્મુખીભાવે નિશ્ચયરૂપ છે. પ્રત્યક્ષ સ્પષ્ટપ્રતીતિરૂપ છે અને અનુમાન અસ્પષ્ટ પ્રતીતિરૂપ છે એમ કહેવું પણ યોગ્ય નથી કારણ કે બધી જ પ્રતીતિઓ પોતપોતાના વિષયમાં સ્પષ્ટ છે. જો કહેવામાં આવે કે લિંગજન્યજ્ઞાન તે અનુમાન અને શબ્દજન્ય જ્ઞાન તે શાબ્દ અને તેમનાથી ભિન્ન જે જ્ઞાન યા અધ્યવસાય તે પ્રત્યક્ષ એમ સમજી લેવું જોઇએ તો તે પણ બરાબર નથી કારણ કે તેમ માનીએ તો પ્રત્યક્ષલક્ષણનું નિરૂપણ પ્રથમ થઈ શકે નહિ. પહેલાં લિંગજન્ય અને શબ્દજન્ય જ્ઞાનનું નિરૂપણ કર્યા પછી તેમનાથી વિલક્ષણ હોવાને કારણે પ્રત્યક્ષને જાણી શકાય. એટલે ‘ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન' આ પદાવલી પ્રત્યક્ષલક્ષણમાં હોવી જરૂરી છે અને તો જ અનુમાન વગેરે જ્ઞાનોની વ્યાવૃત્તિ થઈ શકે. આમ ઈશ્વરકૃષ્ણનું લક્ષણ નિર્દોષ નથી.૧ સાંખ્યો જયંત ભટ્ટને નીચે પ્રમાણે જવાબ આપી શકે. અનુમાન અને શાબ્દમાં નિશ્ચય સંમુખીભાવે યા આભિમુખ્યથી થતો નથી. આભિમુખ્ય સૂચવે છે વિષયનું સાક્ષાત્ . ગ્રહણ. વિષયનું સાક્ષાત્ ગ્રહણ પ્રત્યક્ષમાં જ થાય છે જ્યારે અનુમાન અને શાબ્દમાં તો વિષયનું ગ્રહણ લિંગ અને શબ્દ દ્વારા થાય છે.
અનુમાનપ્રમાણ
ઈશ્વરકૃષ્ણે અનુમાનનું લક્ષણ આપ્યું છે- ‘‘તિિગ્નિપૂર્વમ્'.લિંગ એટલે વ્યાપ્ય યા હેતુ અને લિંગી એટલે વ્યાપક યા સાધ્ય. ‘લિંગલિંગિપૂર્વક઼મ્’નો અર્થ છે લિંગલિંગિજ્ઞાનજન્ય અર્થાત્ વ્યાપ્યવ્યાપકભાવના જ્ઞાન દ્વારા ઉત્પન્ન. વ્યાપ્યવ્યાપકભાવ એટલે વસ્તુનો સ્વાભાવિક નિયત સંબંધ. જે વસ્તુની સાથે જે વસ્તુનો સ્વભાવસિદ્ધ