________________
૧૮૦
પડ્રદર્શન - ઈશ્વરકૃષ્ણ પ્રત્યક્ષપ્રમાણના લક્ષણમાં “અધ્યવસાય”શબ્દનું ગ્રહણ કરીને સંશયને પ્રત્યક્ષના ક્ષેત્રમાં પ્રવેશતો અટકાવ્યો છે. સંશયાત્મક બુદ્ધિવૃત્તિ પ્રમાણ બની શકે નહિ કારણ કે તેવી બુદ્ધિવૃત્તિનું સ્વરૂપ “પેલો થાંભલો છે કે માણસ” એવા આકારનું અનિશ્ચિત છે જ્યારે પ્રમાણ નિશ્ચયાત્મક બુદ્ધિવૃત્તિ છે. પ્રત્યક્ષલક્ષણમાં ‘વિષય' શબ્દ મૂકી વિપર્યય જ્ઞાનનો પ્રત્યક્ષપ્રમાણમાં સમાવેશ થતો અટકાવ્યો છે. વિપર્યય પ્રમાણ નથી. વિપર્યય યા. વિપરીતવૃત્તિરૂપ જ્ઞાનનો વિષય અવિદ્યમાન છે, મિથ્યા છે. મંદ અંધકારમાં પડેલું દોરડું જોઈને આપણને કેટલીક વાર સર્પજ્ઞાન થાય છે. તે પ્રમાણ નથી કારણ કે આવા સર્પજ્ઞાન પછી તરત જ લાકડી લઈ આઘાત કરવા જઈએ તો તે સર્પજ્ઞાનના અધિષ્ઠાનરૂપ દોરડાનો તરત જ સાક્ષાત્કાર થાય છે, પ્રથમ ઉત્પન્ન થયેલું સર્પજ્ઞાન દૂર થાય છે અને સર્પ દેખાતો નથી. તત્ત્વપક્ષપાતી સ્વભાવવાળું જ્ઞાન તે વખતે સત્યને જ ગ્રહણ કરે છે અર્થાત્ “આ સાપ નથી પણ દોરડું છે” એવો નિશ્ચય કરે છે. આ પ્રત્યક્ષલક્ષણમાં ‘પ્રતિ'ના પ્રહણથી વિષયની સાથેનો ઇન્દ્રિયનો સંબંધ સૂચવાયો છે. તેના પરિણામે અનુમાન, સ્મૃતિ વગેરેનો પ્રત્યક્ષપ્રમાણમાં સમાવેશ થતો અટકે છે.”
વાચસ્પતિ મિશ્રના મતે પ્રત્યક્ષની ઉત્પત્તિના ક્રમમાં પ્રથમ નિર્વિકલ્પક જ્ઞાન અને પછી સવિકલ્પક જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયનો વિષય સાથે સક્નિકર્ષ થતાં ઇન્દ્રિયની વિષયાકાર વૃત્તિ થાય છે. આ ઇન્દ્રિયવૃત્તિને “આલોચનમાત્ર' નામે ઓળખવામાં આવે છે. આ આલોચનવૃત્તિ સમુગ્ધવસ્તુમાત્રદર્શનરૂપ હોય છે, અર્થાત્ આ વખતે વસ્તુગત સામાન્ય, વિશેષ પૃથરૂપે ગૃહીત થતાં નથી. ૨૧ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ બધું અવિભક્તરૂપે ગૃહીત થાય છે. આને જ દર્શનની પરિભાષામાં નિર્વિકલ્પ જ્ઞાન કહે છે. પછી મનની સંકલ્પ અને વિકલ્પરૂપ ક્રિયા શરૂ થાય છે અર્થાત્ મન પૃથક્કરણ શરૂ કરે છે. આ વખતે મન વસ્તુની વિવેચના કરે છે, તેના દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષને પૃથક કરી તેમને ગ્રહણ કરે છે. આને પરિણામે વસ્તુ સ્પષ્ટરૂપે ગૃહીત થાય છે. તેનો આકાર-પ્રકાર પ્રગટ થાય છે. બુદ્ધિમાં “આ વિષય આવો છે” એવી અધ્યવસાય નામની વૃત્તિ જન્મે છે. આ છે સવિકલ્પક જ્ઞાન. વાચસ્પતિ વધુમાં જણાવે છે કે ઇન્દ્રિયની આલોચનવૃત્તિ, મનની સંકલ્પવૃત્તિ, અહંકારની અભિમાનવૃત્તિ અને બુદ્ધિની અધ્યવસાયવૃત્તિ કેટલીક વાર યુગપતું હોય છે અને કેટલીક વાર ક્રમિક હોય છે. ૨ આ ચાર વૃત્તિઓનું વર્ણન આપણે કરી ગયા છીએ. વિજ્ઞાનભિક્ષુનો મત વાચસ્પતિથી જુદો છે. સાંખ્યપ્રવચનભાષ્યમાં (૨.૩૨) તે કહે છે કે કેટલાક ઇન્દ્રિયન આલોચનજ્ઞાનને નિર્વિકલ્પક જ ગણે છે અને મનોમાત્રજન્ય જ્ઞાનને સવિકલ્પક ગણે છે પણ આ મત બરાબર નથી કારણ કે વિશિષ્ટ અર્થાત્ સવિકલ્પક જ્ઞાન પણ ઇન્દ્રિયજ હોય છે. આનો અર્થ એ થાય કે ઇન્દ્રિયની આલોચનવૃત્તિ નિર્વિકલ્પ જ હોય છે એ મતનો સ્વીકાર ભિક્ષુ કરતા નથી. મનની વૃત્તિ સંકલ્પ-વિકલ્પ છે એનો અર્થ ભિક્ષુ એવી કરે છે કે મનની વૃત્તિ ઇચ્છા, સંશય કે ભ્રમ છે. સંકલ્પનો અર્થ ભિક્ષને મતે કાર્ય કરવાની ઇચ્છા છે
જ્યારે વિકલ્પનો અર્થ તેમને મતે સંશય અથવા ખાસ પ્રકારનો ભ્રમ છે. ૨ મનની વૃત્તિ વિશેના ભિક્ષુના મતને ખ્યાલમાં રાખી દાસગુપ્તા ભિક્ષુને નીચે પ્રમાણે માનતા કહ્યું છે