________________
`ષદર્શન
યુક્તિદીપિકામાં ઈશ્વરકૃષ્ણના પ્રત્યક્ષલક્ષણના પ્રત્યેક પદની સાર્થકતા દર્શાવી છે. ‘અધ્યવસાયો કૃષ્ણમ્’ (‘અધ્યવસાય પ્રત્યક્ષ છે’) એવું પ્રત્યક્ષનું લક્ષણ હોત તો મૃગતૃષ્ણિકા, ગંધર્વનગર, વગેરે અસત્ વિષયોના અધ્યવસાયમાં પ્રત્યક્ષલક્ષણની અતિવ્યાપ્તિ થાત, કારણ કે તે પણ અધ્યવસાય તો છે જ. આ અતિવ્યાપ્તિ દૂર કરવા પ્રતિવિષયાવ્યવસાયને પ્રત્યક્ષનું લક્ષણ કહ્યું છે. અસદ્વિષયક અધ્યવસાય કદીય પ્રતિવિષયાધ્યવસાય ન હોવાથી તેમાં પ્રત્યક્ષલક્ષણની અતિવ્યાપ્તિ નહિ થાય. ‘વિષય’ પદથી સસ્તુ જ સમજવી. કોઈ પૂર્વપક્ષી અહીં વાંધો ઉઠાવી જણાવે છે કે ‘વિષયાવ્યવસાયો દૃષ્ટભ્’ એવું પ્રત્યક્ષલક્ષણ પૂરતું છે, એથી પણ અસદ્વિષયક અધ્યવસાયમાં અતિવ્યાપ્તિ થશે નહિ, એટલે પ્રત્યક્ષલક્ષણમાં ‘પ્રતિ’શબ્દ નિરર્થક છે. આના ઉત્તરમાં યુક્તિદીપિકાકાર કહે છે કે વિષયાધ્યવસાય માત્રને જ પ્રત્યક્ષનું લક્ષણ ગણતાં વિષયાવ્યવસાયરૂપ અનુમાન વગેરેમાં પ્રત્યક્ષલક્ષણની અતિવ્યાપ્તિની આપત્તિ આવશે. આ અતિવ્યાપ્તિને દૂર કરવા પ્રતિવિષયાવ્યવસાયને પ્રત્યક્ષનું લક્ષણ ગણ્યું છે. અહીં ‘પ્રતિ’ શબ્દનો અર્થ છે ઇન્દ્રિયનું આભિમુખ્ય. ઇન્દ્રિયનું આભિમુખ્ય સન્નિકર્ષ વિના સંભવે નહિ એટલે ‘પ્રતિવિષય’ શબ્દથી સન્નિકૃષ્ટ ઇન્દ્રિયનો વિષય એવો અર્થ સમજવો જોઈએ. આમ વિષયસંબદ્ધ ઇન્દ્રિયની વૃત્તિ દ્વારા જે અધ્યવસાય થાય તે પ્રત્યક્ષપ્રમાણ છે. અનુમાન વગેરેમાં જે અધ્યવસાય હોય છે તે વિષયસંબદ્ધ ઇન્દ્રિયવૃત્તિ દ્વારા ઉત્પન્ન થયેલો નથી હોતો, પરંતુ વ્યાપ્યવ્યાપÉભાવજ્ઞાન વગેરે દ્વારા ઉત્પન્ન થયેલો હોય છે. આમ પ્રતિવિષયાધ્યવસાયરૂપ પ્રત્યક્ષલક્ષણ અનુમાન વગેરેને લાગુ પડતું નથી. અહીં કોઈ પૂર્વપક્ષી વળી વાંધો ઉઠાવે છે કે પ્રત્યક્ષપ્રમાણથી અનુમાનને પૃથક્ કરવા ઈશ્વરકૃષ્ણે ‘પ્રતિ’શબ્દનો પ્રયોગ કર્યો નથી, વિષયમાત્રમાં સાધારણભાવે જે બુદ્ધિવૃત્તિ ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષપ્રમાણ છે, વ્યાપ્યવ્યાપકભાવ દ્વારા વિષયસંબંધી જે બુદ્ધિવૃત્તિ જન્મે તે અનુમાન છે, આમ પ્રત્યક્ષપ્રમાણ સાધારણભાવે નિર્દિષ્ટ છે, અને અનુમાન વિશેષભાવે નિર્દિષ્ટ છે, વિશેષ દ્વારા સામાન્યની બાધા થતી નથી, એટલે ‘પ્રતિ’ શબ્દના પ્રયોગ વિના પણ વિષયાધ્યવસાય માત્રને પ્રત્યક્ષનું લક્ષણ ગણતાં અનુમાનમાં પ્રત્યક્ષલક્ષણની અતિવ્યાપ્તિ નહિ આવે, પરિસ્થિતિ આવી હોઈ કેવળ વિષયાધ્યવસાયને જ પ્રત્યક્ષનું લક્ષણ માનવું જોઈએ. પૂર્વપક્ષીની આ આપત્તિના ઉત્તરમાં યુક્તિદીપિકાકાર કહે છે કે જો વિષયાધ્યવસાયને જ પ્રત્યક્ષનું લક્ષણ ગણવામાં આવે તો સ્મૃતિરૂપ અધ્યવસાયમાં એ લક્ષણની અતિવ્યાપ્તિ થાય કારણ કે પૂર્વોક્ત સામાન્યવિશેષન્યાય સ્મૃતિની બાબતમાં યોજી શકાશે નહિ. પૂર્વપક્ષી આની સામે વાંધો ઉઠાવતાં જણાવે છે કે ઈશ્વરકૃષ્ણ અહીં પ્રમાણની આલોચના કરે છે, સ્મૃતિ એ પ્રમાણ નથી કારણ કે તે બીજા પ્રમાણ દ્વારા ગૃહીત વિષયને ગ્રહણ કરે છે. આમ વિષયાધ્યવસાયરૂપ પ્રત્યક્ષપ્રમાણના લક્ષણની સ્મૃતિમાં અતિવ્યાપ્તિ થવાનો પ્રસંગ આવતો જ નથી; આ જ રીતે, ‘પ્રતિ' શબ્દ દ્વારા સંશયને પ્રત્યક્ષલક્ષણ લાગુ પડતા અટકશે એમ પણ નહિ કહી શકાય કારણ કે પ્રત્યક્ષલક્ષણમાં ‘અધ્યવસાય' શબ્દ છે જ અને એનો અર્થ નિશ્ચયરૂપ જ્ઞાન થાય છે, એટલે ‘પ્રતિ’ શબ્દ ન હોય તો સંશયમાં પણ
૧૭૮