________________
૧૭૬
પદર્શન નહિ. એટલે બધા જ બોધ ભિક્ષને મતે પુરુષરૂપ અધિકરણમાં થાય છે, કારણ કે પુરુષ ચૈિતન્યસ્વભાવ છે. જેમ “આ ઘટ છે એવું જ્ઞાન ઘટાકાર ચિત્તવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ પડે તો જ શક્ય બને છે તેમ ઘટાકાર ચિત્તવૃત્તિના બોધથી યુક્ત પુરુષરૂપ વિષયનું જ્ઞાન તેવા બોધવાળા પુરુષના આકારવાળી ચિત્તવૃત્તિનું પુરુષમાં પાછું પ્રતિબિંબ પડે તો જ શક્ય બને છે. આમ આ ઘટ છે” એવા બોધવાળા પુરુષનું ચિત્તમાં પ્રતિબિંબ પડે છે તથા ચિત્ત એવા પુરુષના આકારે પરિણમે છે; ત્યાર પછી એવા પુરુષના આકારે પરિણત ચિત્તવૃત્તિ પુરુષમાં પાછી પ્રતિબિંબિત થાય છે; તેમ થતાં જ “હું ઘટને જાણું છું એવું જ્ઞાન ઉદ્ભવે છે; “હું ઘટને જાણું છું. આ જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાતાનું જ્ઞાન સમાયેલું છે.
- ચિન્મય અને વિભુ હોવા માત્રથી જ પુરુષને બધા જ પદાર્થનું જ્ઞાન થાય નહિ કારણ કે પુરુષ તો અસંગ છે. પુરુષને સ્વાભાવિક અર્થકારતા નથી. અર્થાકારતા ન હોય તો કેવળ સંયોગથી કંઈ અર્થનું ગ્રહણ ન થાય. જલ આદિમાં રૂપવાળી વસ્તુનું જ પ્રતિબિંબ પડે છે. જેમને રૂપ નથી તેમનું પ્રતિબિંબ જળમાં પડતું નથી. પુરુષમાં એ રીતે વિષયોપરક્ત પોતાની બુદ્ધિની વૃત્તિનું જ પ્રતિબિંબ પડે છે અને ત્યારે જ પુરુષને વિષયનું ભાન યા બોધ થાય છે. આમ ભિક્ષુને મતે ચેતન પુરુષ જ જ્ઞાતા યા પ્રમાતા છે, પુરુષપ્રતિબિંબ જ્ઞાતા કે પ્રમાતા નથી; વિષયાકાર પરિણત બુદ્ધિવૃત્તિ પ્રમાણ છે; વિષયો પરત બુદ્ધિવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ પડતાં પ્રમા જન્મે છે; જે વિષયના આકારે બુદ્ધિ પ્રરિણમે છે તે વિષય પ્રમેય યા જોય છે. પુરુષ બુદ્ધિવૃત્તિનો સાક્ષાત્ દ્રષ્ટા છે જ્યારે બાહ્યવિષયનો બુદ્ધિવૃત્તિ દ્વારા દ્રષ્ટા છે.''
વિજ્ઞાનભિક્ષને બે વાત કહેવાની છે. એક, વિષયનું જ્ઞાન કેવળ સન્નિકર્ષથી થતું. નથી, પરંતુ સક્નિકર્ષને પરિણામે ચિત્તનો જે વિષયાકાર પરિણામ થાય છે તે જ્ઞાનનો હેતુ છે. વિષય કોઈ વખતે ઘટ વગેરે બાહ્ય વસ્તુ હોય છે તો કોઈ વખત પુરુષ, જ્ઞાન, વગેરે આંતરે વસ્તુ હોય છે. વિષય બાહ્ય હોય કે આંતર પણ જ્યારે વિષયાકારે પરિણત ચિત્તવૃત્તિ ચૈતન્યસ્વભાવવાળા પુરુષમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે જ જ્ઞાન યા બોધ સંભવે છે. બીજું, ચિત્તવૃત્તિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે અર્થાત્ પુરુષાધિકરણમાં જ બોધ ઉત્પન્ન થાય છે, બુદ્ધિમાં કે બુદ્ધિવૃત્તિમાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. વાચસ્પતિને મતે વિષયાકારે પરિણત ચિત્તવૃત્તિમાં પુરુષ પ્રતિફલિત થાય છે; પુરુષનું પ્રતિબિંબ પુરુષની જેમ સ્વચ્છ સ્વભાવવાળું પ્રકાશવત્ત્વધર્મયુક્ત હોઈ વિષય, બુદ્ધિવૃત્તિ અને બુદ્ધિગત પુરુષપ્રતિબિંબરૂપ જ્ઞાતાનો યુગપતું પ્રકાશ સંભવે છે. આમ વાચસ્પતિને મતે વિષયાકાર બુદ્ધિવૃત્તિ થતાં તેમાં પુરુષનું પ્રતિબિંબ અવશ્ય પડે છે; તેથી પ્રતિબિંબરૂપ પુરુષચૈતન્ય વિષય (શેય), ચિત્તવૃત્તિ (જ્ઞાન) અને આત્મારૂપ બોધને એક સાથે પ્રકાશિત કરે છે. પરિણામે આ ઘટ છે” અને “હું ઘટને જાણું છું' એવાં બેય જ્ઞાનો એક સાથે ઉત્પન્ન થાય છે.
ભિક્ષુ વાચસ્પતિના મતનું ખંડન કરતાં કહે છે કે બુદ્ધિવૃત્તિમાં ચેતન પુરુષનું પ્રતિબિંબ પડવાને કારણે બુદ્ધિ અને તેનો અધ્યવસાય ચૈતન્યમય થાય છે એમ માનવું