________________
પદર્શન
૧૭૪ - થાય છે, વિપર્યયરૂપ ચિત્તવૃત્તિનો વિષય જ્ઞાનોત્પત્તિ પછી બાધિત થાય છે અને સ્મૃતિરૂપ ચિત્તવૃત્તિનો વિષય પૂર્વે ગૃહીત યા જ્ઞાત થયેલો છે.
પ્રમાણસંખ્યાની બાબતમાં ભારતીય દાર્શનિકોમાં મતભેદ છે. સાંખ્યો ત્રણ જ પ્રમાણો સ્વીકારે છે–પ્રત્યક્ષ, અનુમાન અને આગમ.'
પ્રત્યક્ષ પ્રત્યક્ષપ્રમાણ બધા જ દાર્શનિકો સ્વીકારે છે. પ્રત્યક્ષપ્રમાણ અન્ય પ્રમાણોના પાયારૂપ છે, મૂળરૂપ છે, એટલે પ્રત્યક્ષપ્રમાણનો યથાર્થરૂપે નિર્ણય થતાં બાકીનાં પ્રમાણોને સમજવા સરળ થઈ જાય છે. આને લઈને તેનું જ સૌપ્રથમ નિરૂપણ કરવામાં આવે છે."
ઈશ્વરકૃષ્ણ આપેલું પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ છે–પ્રતિવિષયષ્યવસાયો દષ્ટ, વિષય એટલે જેનો આકાર જ્ઞાનમાં ઊઠે છે તે. સાંખ્ય બાહ્ય વિષયનું અસ્તિત્વ સ્વીકારે છે. તેને મતે જ્ઞાનના આકારો સ્વયં વિષયો નથી. વિષય જ્ઞાનબાહ્ય છે. વળી, વિષય માત્ર સામાન્યાત્મક કે માત્ર વિશેષાત્મક નથી પરંતુ સામાન્ય અને વિશેષ - ઉભયાત્મક છે. પ્રત્યક્ષમાં સામાન્યનું અવધારણ ગૌણ હોય છે અને વિશેષનું અવધારણ મુખ્ય હોય છે જ્યારે અનુમાન અને શાબ્દમાં સામાન્યનું અવધારણ મુખ્ય હોય છે અને વિશેષનું અવધારણ ગૌણ હોય છે. વિષય બે પ્રકારના છે – બાહ્ય અને આંતર. શબ્દ વગેરે બાહ્ય વિષયો છે; સુખ, દુઃખ વગેરે આંતર વિષયો છે. આંતર વિષયો પણ જ્ઞાનબાહ્ય છે. સુખ, દુઃખ વગેરે સ્વયં જ્ઞાનરૂપ નથી."
પ્રતિવિષયનો અર્થ છે–૧. ઇન્દ્રિય, ૨. ઇન્દ્રિયવ્યાપાર ૩. વ્યાપારવાળી ઇન્દ્રિય. સાંખ્યોને મતે જ્ઞાનેન્દ્રિયનો સમગ્ર વ્યાપાર આવી છે. પોતાના વિષય પ્રતિ ઉન્મુખ બની ઇન્દ્રિય વિષય ભણી જાય છે. આને પરિણામે ઇન્દ્રિયનો વિષય સાથે સંયોગ થાય છે. આથી છેવટે ઇન્દ્રિય વિષયાકાર ધારણ કરે છે. આમ ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ યા છેવટનો વ્યાપાર તે તેનું વિષયાકાર રૂપે પરિણમન છે. ઇન્દ્રિયની આ વિષયાકાર પરિણતિને તેની વૃત્તિ કહેવામાં આવે છે. ઇન્દ્રિયની આ વિષયાકાર પરિણતિ એ જ તેની પ્રકાશનવૃત્તિ છે. ઇન્દ્રિયની આ વૃત્તિને આલોચનમાત્રરૂપે વર્ણવી છે. આ આલોચનમાત્રનો અર્થ શો છે તેના વિશે આપણે વિચારી ગયા છીએ અને આગળ તેનો નિર્દેશ ફરી કરીશું.
સાંખ્યદર્શનમાં ત્રિગુણાત્મક અહંકારની સત્ત્વગુણપ્રધાન અવસ્થામાંથી ઇન્દ્રિયોની ઉત્પત્તિ માની છે. એટલે સાત્ત્વિક ઇન્દ્રિયોના પોતાના વિષય સાથેના સંબંધને પરિણામે બુદ્ધિનો આવરણાત્મક તમોગુણ અભિભૂત થતાં સત્ત્વગુણ પ્રબળ બને છે અને બુદ્ધિ ઈન્દ્રિયગત વિષયાકારરૂપે પરિણમે છે. આમ બુદ્ધિ ઈન્દ્રિયો દ્વારા બાહ્ય વિષયાકારે પરિણમતી હોઈ બુદ્ધિને દ્વારી અને ઇન્દ્રિયોને દ્વાર કહ્યાં છે. બુદ્ધિ વિષયાકારે પરિણમે છે ત્યારે બુદ્ધિમાં “આ વિષય આવો છે' એવો અધ્યવસાય થાય છે. બુદ્ધિગત