________________
૧૬૨
ષદર્શન
અને દાહ લાગે છે તેમ લિંગશરીરનો સ્વાભાવિક દુઃખરૂપ તાપ પુરુષનેય લાગે છે. જયારે લિંગશરીરથી પુરુષનો છૂટકારો થાય છે ત્યારે તે પુનર્જન્મમાંથીય છૂટે છે. ત્યારે તે મુક્ત પુરુષ બની જાય છે. પહેલાં સૂક્ષ્મશરીર પડે છે અને પછી જ સ્થૂળ શરીર પડે છે.
પ્રલય-પ્રક્રિયા ૪
આપણે સાતમા અધ્યયનથી અહીં સુધીના લખાણમાં વિસ્તારથી સૃષ્ટિપ્રક્રિયાનું વર્ણન કર્યું. હવે ટૂંકમાં પ્રલયપ્રક્રિયાની વાત કરીએ.
પ્રકૃતિ સાથે પુરુષનો અનાદિ સંબંધ છે. પુરુષના પ્રભાવે પ્રકૃતિની સામ્યાવસ્થાનો ભંગ થાય છે. વિભિન્ન શ્રેણીના જીવોનો ભોગ અને છેવટે મુક્તિ સંપાદન કરાવી આપવા પ્રકૃતિનો મહત્તત્ત્વ વગે૨ેરૂપ પરિણામ ઘટે છે. જ્યારે પુરુષોનાં કર્મો સાથે મળી એક સમયે ભોગવતિની આકાંક્ષા કરે છે ત્યારે પ્રલયપ્રક્રિયા શરૂ થાય છે. અમુક પ્રલયમાં, પુરુષોના ભોગને અને અપવર્ગને અર્થે પ્રવૃત્તિ કરવાની જે અન્તર્નિહિત પ્રયોજનશક્તિ છે તે પુનઃ જાગૃત થતાં પરિણામે સામ્યાવસ્થાનો ભંગ થાય છે અને સૃષ્ટિપ્રક્રિયા શરૂ થાય છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે પુરુષોનાં કર્મો સાથે મળી એક સમયે ભોગોન્મુખ યા વિપાકોન્મુખ થવાની આકાંક્ષા કરે છે ત્યારે સૃષ્ટિપ્રક્રિયા શરૂ થાય છે. પ્રલયકાળે કાર્યો પોતપોતાનાં કારણોમાં વિલીન થાય છે. પંચમહાભૂત પંચતન્માત્રમાં, પંચતન્માત્ર અને ઇન્દ્રિયો અહંકારમાં, અહંકાર મહત્તત્ત્વમાં અને મહત્તત્ત્વ મૂલા પ્રકૃતિમાં લીન થાય છે. પ્રકૃતિનું કોઈ કારણ નથી એટલે તેનો કશામાં લય થતો નથી. આ અર્થમાં તે નિત્ય છે. પ્રલયકાળેય તે અવસ્થાન કરે છે. આમ તત્ત્વોના ઉત્પત્તિક્રમથી તેમના લયનો ક્રમ ઊલટો છે.
પાદટીપ
૧ માં ના ૨૨ ।
२ सां० त० कौ०, का० ५२ ।
3 युक्तिदी० पृ० १३७ ।
४ सां० का० ५२ । देक्- मनुष्य- तिर्यग्भावेन व्यवतिष्ठत इति वाक्यशेषः ।
युक्तिदी० पृ० १३७ ।
૫ માં હા ૨ |
६ सां० त० कौ०, का० ५३ ।
૭ માનવૃત્તિ, વા૦ ૧૩ ।
૮ ગૌડપાદભાગ્યે, જા રે ।
८ युक्तिदी० पृ० १३७–१३८ ।
१० ऊर्ध्वं सत्त्वविशालः । सां० का० ५४ । युक्तिदी० पृ० १३८ ।