________________
૧૫૦ .
ષદર્શન વાચસ્પતિનો મત પણ યુક્તિદીપિકાકાર જેવો જ છે. તે કહે છે કે કાળને એક અને અખંડ માનીનેય જો તેના અતીત વગેરે ભેદોની ઉપપત્તિ માટે ઉપાધિઓનો આશરો લેવો પડતો હોય તો તે ઉપાધિઓને જ કાળ ગણવી યોગ્ય છે, તેમનાથી અતિરિક્ત કાળ નામનું નિરર્થક તત્ત્વ માનવાની બિલકુલ જરૂર નથી.
યોગભાષ્યમાં કાળ વિશે સંક્ષિપ્ત વિવેચન છે. જેમ દ્રવ્યની અવિભાજ્ય સૂક્ષ્મતમ અવધિને પરિમાણ કહેવામાં આવે છે તેમ કાળની અવિભાજ્ય સૂક્ષ્મતમ અવધિને ક્ષણ કહેવામાં આવે છે. ચલિત પરમાણુને એક દેશ (unit of space) ઉપરથી તેના અવ્યવહિત અન્ય દેશ ઉપર જતાં જેટલો સમય લાગે તે ક્ષણ છે. આ ક્ષણોનો અવિચ્છિન્ન પ્રવાહ ચાલ્યા કરે છે. આ પ્રવાહ એવો છે કે જેમાં કોઈ પણ બે ક્ષણોનો સમાહાર, પ્રચય યા સહવિદ્યમાનતા સંભવતી નથી. મુહૂર્ત, રાત્રિ, દિન, વગેરેમાં ક્ષણોનો સમાહાર બુદ્ધિકૃત છે, વાસ્તવિક નથી. આ મુહૂર્ત, વગેરરૂપ સ્થૂલ કાળ એ તો શબ્દના પ્રભાવે ઉત્પન્ન થતો વસ્તુશુન્ય વિકલ્પ છે. સામાન્ય જનો તેને વસ્તુસ્વરૂપ માની લે છે, પરંતુ ક્ષણ તો વસ્તુરૂપ છે. વર્તમાન એક જ ક્ષણની વિદ્યમાનતા હોય છે, પૂર્વોત્તર ક્ષણો વિદ્યમાન હોતા નથી. પરંતુ અતીત અને ભવિષ્યન્ ક્ષણો સંપૂર્ણપણે અસ છે એવું નથી. વર્તમાન ક્ષણ અતીત અને ભવિષ્યત્ ક્ષણોથી નિરપેક્ષ ભાવે રહી શકતો નથી. વ્યક્ત પદાર્થોમાં સતત જે પરિવર્તન દેખાય છે તે પરિવર્તનક્રિયામાં અતીત અને ભવિષ્ય ક્ષણોની ઉપયોગિતા રહેલી જ છે. અતીત અને ભવિષ્યત્ છે વ્યક્ત પદાર્થોની જુદી જુદી અવસ્થાઓ. તે અતીત અને અનાગત અવસ્થાઓ વર્તમાન અવસ્થામાં અનુગત છે, સમાયેલી જ છે. વર્તમાન એ અતીત અને અનાગતથી ઉતરડાયેલો યા અસંબદ્ધ નથી. વર્તમાનમાં ભૂત પણ છે અને ભવિષ્ય પણ છે. વર્તમાન ક્ષણમાં ભૂત અને ભાવી ક્ષણો પરિણામરૂપથી અન્વિત છે.
ભિક્ષ પોતાના વાર્તિકમાં જણાવે છે કે ક્ષણ એ સત્ત્વ વગેરે ગુણોનો દ્રવ્યરૂપ પરિણામ છે. આનો અર્થ એ લઈ શકાય કે ક્ષણરૂપ કાળ એ ગુણોનો મૂળભૂત અતિ સૂક્ષ્મ પરિણામ જ છે, જે બધા સ્થૂલ પરિણામોના મૂળમાં રહેલો છે.
દિક વાસ્તવિક નથી પણ બુદ્ધિકલ્પિત છે. દિની કલ્પના આપેક્ષિક છે, જે એક વ્યક્તિની બાબતમાં પૂર્વદિક છે, તે અન્યની બાબતમાં પશ્ચિમદિક હોઈ શકે છે. કાળને તો ક્ષણરૂપે સ્વીકારવામાં આવે છે. પણ દિનો તો સર્વથા અસ્વીકાર કરવામાં આવે છે. આ વાત ભિક્ષુએ વાર્તિકમાં કહી છે.”
પાદટીપ
१ सां० सू० २.१२ । २ अनिरुद्धवृत्ति, सां० सू० २. १२ । ૩ સાંo go મ. ૨. ૨૨ |