________________
પદર્શન
૧૩૪ ઉલિખિત એક પતંજલિને મતે કરણો બાર છે. તે અહંકારનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારતા નથી. તેમને મતે અહંકાર બુદ્ધિમાં અંતભૂત છે. વાર્ષગણ્યના અનુયાયીઓ અગિયાર કરણો સ્વીકારે છે. વિંધ્યવાસી પણ આ મતનો સ્વીકાર કરે છે. આ બધા અહંકાર અને બુદ્ધિના પૃથફ અસ્તિત્ત્વના વિરોધી છે. સંકલ્પ, અભિમાન અને અધ્યવસાય યથાક્રમે મન, અહંકાર અને બુદ્ધિનું કાર્ય છે. પરંતુ તેમનું એકત્વ વિંધ્યવાસીને અભિમત છે. બીજા આચાર્યોને મતે બુદ્ધિમાં બધા વિષયોની ઉપલબ્ધિ થાય છે, જ્યારે વિધ્યાવાસીને મતે મનમાં બધા વિષયોની ઉપલબ્ધિ થાય છે. વળી, આચાર્ય પંચાધિકરણને મતે કરણો દસ છે. ૧૫
તેર કરણોમાંથી બાહ્ય કરણો છે દસ–પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો. અન્તઃકરણો છે ત્રણ-મન, બુદ્ધિ અને અહંકાર, આ ત્રણની વૃત્તિ શરીરની અંદર નિષ્પન્ન થાય છે એટલે તેમને “અંતઃકરણ' નામે ઓળખવામાં આવે છે."
શ્રોત્ર વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયની વૃત્તિ છે શબ્દ વગેરેનું આલોચન. શ્રોત્રેન્દ્રિયની વૃત્તિ શબ્દાલોચન, ત્વગિન્દ્રિયની વૃત્તિ સ્પર્શઆલોચન, વગેરે.૧૭
“આલોચન' શબ્દના અર્થની બાબતમાં સાંખ્યકારિકાના ટીકાકારોમાં મતભેદ છે. વાચસ્પતિને' મતે “આલોચન' શબ્દનો અર્થ છે વિભક્ત સામાન્ય અને વિશેષના અનુભવ વિનાનું માત્ર શદ્ધ વસ્તુને જ ગ્રહણ કરનારું જ્ઞાન.' વિષય સાથે ઇન્દ્રિયનો સંપર્ક થવાના પરિણામે પ્રથમ નિર્વિકલ્પ જ્ઞાન જન્મે છે. પછીની ક્ષણે મનની સંકલ્પની ક્રિયા દ્વારા એ વસ્તુનું સવિક જ્ઞાન જન્મે છે. દૂરની વસ્તુને જોઈ આપણને એટલું જ્ઞાન થાય છે કે કોઈ વસ્તુ છે. આ જ્ઞાન નિર્વિકલ્પક છે. તે વખતે તે વસ્તુ મનુષ્ય છે કે થાંભલો છે એ જ્ઞાત થતું નથી. એ દૂરની વસ્તુનું માત્ર વસ્તુરૂપે જ જ્ઞાન થાય છે. આ જ્ઞાન ઇન્દ્રિયનો વ્યાપાર છે. પછી એ વૃક્ષ નથી પણ મનુષ્ય છે એવું સામાન્યવિશેષભાવે પૃથક્કરણ તે મનનો વ્યાપાર છે. પછી બુદ્ધિ તે વિષયના આકારે પરિણત થાય છે. આ બુદ્ધિનો વ્યાપાર છે.૧૯
યુક્તિદીપિકાકાર “આલોચન' શબ્દનો અર્થ જુદો કરે છે. તેમને મતે “આલોચન' શબ્દનો અર્થ છે કેવળ ગ્રહણ અર્થાત્ ધારણ. તે કહે છે કે કર્મેન્દ્રિયનો વ્યાપાર વિષયોનું આહરણ છે, જ્ઞાનેન્દ્રિયનો વ્યાપાર ધારણ કરે છે, અને અન્તઃકરણનો વ્યાપાર પ્રકાશ છે.' યુક્તિદીપિકાકારને મતે કર્મેન્દ્રિયો વિષયોનું આહરણ કરે છે. પ્રત્યક્ષજ્ઞાનકાળે જ્ઞાનેન્દ્રિયો વિષયના સંપર્કમાં આવીને વિષયના આકારે પરિણત થાય છે અર્થાત્ તેમની વૃત્તિ દ્વારા વિષયનું ધારણ કરે છે. પછી અન્તઃકરણ દ્વારા એ વિષયનો પ્રકાશ થાય છે. તેથી યુક્તિદીપિકાકારને મતે જ્ઞાનેન્દ્રિયોનું વિષયના સંપર્કમાં આવી વિષયના આકારે પરિણત થવું એ જ જ્ઞાનેન્દ્રિયનો વ્યાપાર છે, બીજો કંઈ નથી. આ સિદ્ધાંતને પરિણામે જે આચાર્યો કહે છે કે “સામાન્યજ્ઞાન ઇન્દ્રિયનું છે અને વિશેષજ્ઞાન બુદ્ધિનું છે તેમનો મત ખોટો ઠરે છે, ખંડિત થાય છે. પૂર્વાચાર્યના તે મતનું ખંડન કરવા યુક્તિદીપિકાકાર જણાવે છે કે સામાન્ય અને વિશેષ પરસ્પર સાપેક્ષ છે અને પરસ્પર વિરુદ્ધ ન હોવાથી