________________
પડ્રદર્શન
૧૨૮ “અવિશેષ” કે “સૂક્ષ્મ' એવું નામ આપ્યું છે. યુક્તિદીપિકામાં આ વાત વિશદ રીતે રજૂ કરી છે. શબ્દતન્મત્રમાં સામાન્યરૂપે શબ્દગુણ હોય છે; પરંતુ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, અનુનાસિક વગેરે વિશેષોથી યુક્ત શબ્દગુણ હોતો નથી. એ જ રીતે, સ્પર્શતન્માત્રમાં સામાન્યરૂપે સ્પર્શગુણ હોય છે, પરંતુ મૃદુ, કઠિન વગેરે વિશેષ સ્પર્શગુણો હોતા નથી. રૂપતન્માત્ર, રસતન્માત્ર, ગન્ધતન્માત્રમાં પણ તેમના ગુણો સામાન્યરૂપે હોય છે, વિશેષરૂપે હોતા નથી. આ કારણે તન્માત્રને “અવિશેષ” એવું નામ આપ્યું છે.”
યોગદર્શનમાં કહ્યું છે કે પંચતન્માત્ર “અવિશેષ' છે અને તેમના વિશેષ છે પંચમહાભૂત. એ જ રીતે ઇન્દ્રિયો ‘વિશેષ” અને તેમનો “અવિશેષ અહંકાર. તેથી, તત્ત્વસર્ગમાં “અવિશેષ” થશે – પંચતન્માત્ર અને અહંકાર, અને “વિશેષ” થશે સોળ – અગિયાર ઈન્દ્રિયો અને પંચમહાભૂત. મહત્તત્ત્વ “અવિશેષ” વર્ગની પહેલાં ઉત્પન્ન થાય છે અને તે જગતના અંકુરરૂપ છે.આ છ “અવિશેષ મહત્તત્ત્વનો પરિણામ છે. તે મહત્તત્ત્વમાં અવસ્થાન કરીને ચરમ વિવૃદ્ધિ પામે છે અને પ્રલયકાળે મહત્તત્ત્વમાં વિલીન થાય છે. “અવિશેષ” વર્ગનો તત્ત્વાન્તરરૂપ પરિણામ દેખાય છે, પરંતુ સોળ વિશેષોનો તત્ત્વાન્તરરૂપ પરિણામ નથી. સોળ વિશેષોમાં ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થા પરિણામ જ જણાય છે.''
પંચમહાભૂતની ઉત્પત્તિના વર્ણન વખતે તેમના ગુણ વિશે નિર્દેશ કર્યો છે. યુક્તિદીપિકામાં આ વિશે વિસ્તૃત નિરૂપણ છે. વાયુ, જલ, તેજ અને પૃથ્વી આ ચારેયમાં સ્પર્શગુણ હોવા છતાં વાયુ અને જળમાં સ્પર્શ શીતળ છે, તેજમાં સ્પર્શ ઉષ્ણ છે અને પૃથ્વીમાં સ્પર્શ શીતય નથી કે ઉષ્ણય નથી. વળી, તેજ, જળ અને પૃથ્વી ત્રણેયમાં રૂપ ગુણ હોવા છતાં તેજ અને જળનું રૂપ શુક્લ છે અને પૃથ્વીનું રૂપ કૃષ્ણ છે. ઉપરાંત, જળ અને પૃથ્વી બન્નેયમાં રસગુણ હોવા છતાં જળનો રસ મધુર છે જ્યારે પૃથ્વીને કોઈ વિશેષ રસ નથી. ગંધ કેવળ પૃથ્વીનો જ ગુણ છે, પરંતુ જુદા જુદા પદાર્થોમાં પાર્થિવ પરમાણુના અનુપ્રવેશને લઈને તેમનામાં ગંધની ઉપલબ્ધિ થાય છે. પ્રત્યેક મહાભૂતના વિશિષ્ટ ગુણો વિશે યુક્તિદીપિકામાં વર્ણન છે. તે નીચે પ્રમાણે છે. પૃથ્વી મહાભૂતના ગુણો–આકાર, ગુરુતા, રુક્ષતા, બાધાદાનશક્તિ, ધૈર્ય, ક્ષમા અર્થાત્ ધારણશક્તિ, સ્થિતિ, વિભાજ્યતા, કૃષ્ણવર્ણ અને સર્વોપભોગ્યતા. જળના ગુણોતરલતા, સૂક્ષ્મતા,
જ્વલ્ય, શુક્લતા, મૃદુતા, ગુરુત્વ, શીતલતા, રક્ષણશીલતા, પવિત્રતા અને વિસ્તાર. તેજ(અગ્નિ)ને ગુણો – ઊર્ધ્વગામિતા, પાવિત્ર્યજનકતા, દહનશીલતા, પાચકતા, લઘુતા, જ્વલ્ય, નાશકારિતા, વીર્યવત્તા અને જ્યોતિ. વાયુના ગુણો–તિર્યગૂગતિ, પવિત્રતા, પ્રેરણશક્તિ, બલ, રુક્ષતા, છાયાહીનતા અને શીતલતા આકાશના ગુણો-સર્વત્રગામિતા અને અવકાશદાન.૧૨ પંચભૂતના આ વિશેષ ગુણો વાચસ્પતિએ તત્ત્વવૈશારદીમાં અને વિજ્ઞાનભિક્ષુએ યોગવાર્તિકમાં નજીવા ફેરફાર સાથે ગણાવ્યા છે. આ ઉપરથી લાગે છે કે આ ત્રણેયે કોઈ સમાન આકરગ્રંથમાંથી યા