________________
સાંખ્યદર્શન
૧૨૭ રસતન્માત્ર સાથે મળી ગન્વન્માત્ર પૃથ્વીને ઉત્પન્ન કરે છે અને તેથી પૃથ્વીમાં શબ્દ વગેરે પાંચ ગુણો હોય છે. વાચસ્પતિ મિશ્ર પ્રાચીન સાંગાચાર્યોને અનુસરી પ્રત્યેક તન્માત્રમાં એક એક ગુણ જ સ્વીકારે છે. યુક્તિદીપિકાકાર આ મતનું સમર્થન કરતા નથી. તે કહે છે કે એક એક ગુણવાળા તત્પાત્રમાંથી એકાધિક ગુણવાળા મહાભૂતની ઉત્પત્તિ ઘટાવવા તન્માત્રોનું મિલન યા પરસ્પરાનુપ્રવેશ માનવાની વાતનો અમે પ્રતિકાર કરીએ છીએ. તેમને મતે એક તન્માત્રમાંથી એક મહાભૂત ઉત્પન્ન થાય છે. એટલે, તન્માત્રોના સમિલન યા પરસ્પરાનુપ્રવેશનું કોઈ પ્રયોજન નથી. પરવર્તી તન્માત્ર પૂર્વવર્તી તન્માત્રનો ગુણ ધરાવે છે. તેથી શબ્દતન્માત્ર, સ્પર્શતન્માત્ર, રૂપતન્માત્ર, રસતન્માત્ર અને ગધતન્માત્ર યથાક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ગુણો ધરાવે છે. કારણના ગુણો કાર્યના ગુણોમાં ઊતરી આવતા હોઈ તન્માત્રોમાંથી યથાક્રમે ઉત્પન્ન આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી પણ યથાક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ગુણો ધરાવે છે. આમ યુક્તિદીપિકાકારનો મત વાર્ષગણ્ય અને યોગભાષ્યના મતથી અભિન્ન છે. યોગવાર્તિકમાં વિજ્ઞાનભિક્ષુ સ્પષ્ટપણે જણાવે છે કે પરવર્તી તન્માત્ર પૂર્વવર્તી તન્માત્રનું કાર્ય છે; એટલે પૂર્વવર્તી તન્માત્રના ગુણ પરવર્તી તન્માત્રમાં આવી શકે છે. શબ્દતન્માત્રનો ગુણ શબ્દ છે. અહંકાર સહિત શબ્દતન્માત્રમાંથી સ્પર્શતક્નાત્ર ઉત્પન્ન થાય છે. સ્પર્શતક્નાત્ર શબ્દતન્માત્રનું કાર્ય છે અને એટલે તેમાં શબ્દ અને સ્પર્શ બંને ગુણો રહેલા છે. એ જ રીતે રૂપતન્માત્ર, રસતન્માત્ર અને ગન્ધતન્માત્ર પૂર્વવર્તી તન્માત્રની અપેક્ષાએ એક એક વધુ ગુણ ધરાવે છે. આ ચર્ચા ઉપરથી એમ લાગે છે કે જે સાંગાચાર્યો પ્રત્યેક તન્માત્રમાં એક એક જ ગુણ સ્વીકારે છે તે પૂર્વ પૂર્વના તન્માત્રમાંથી ઉત્તર ઉત્તરના તન્માત્રની ઉત્પત્તિ નહિ સ્વીકારતા હોય અને પાંચે તન્માત્રોને સ્વતંત્ર રીતે અહંકારમાંથી ઉત્પન્ન થતાં માનતા હશે; અર્થાતુ, તેમને મતે તત્પાત્રો વચ્ચે કાર્યકારણભાવ અસંભવ હશે.
તામસ અહંકારમાંથી ઉત્પન્ન થવાને કારણે તન્માત્રો તમોગુણપ્રધાન છે. તે જડ છે. તન્માત્રો અતિ સૂક્ષ્મભાવે અસ્તિત્વ ધરાવે છે. તેઓ યોગિપ્રત્યક્ષગમ્ય છે, પરંતુ સામાન્ય માણસને તો અપ્રત્યક્ષ છે. સાંખ્યદર્શનમાં તન્માત્રને “અવિશેષ” અને તન્માત્રમાંથી ઉત્પન્ન ભૂતને ‘વિશેષ' કહેવામાં આવે છે. તન્માત્રને “અવિશેષ' શા માટે કહેવામાં આવે છે એના ખુલાસારૂપે વાચસ્પતિ કહે છે કે આકાશ વગેરે સ્થૂળ પદાર્થોમાંથી કેટલાક સર્વપ્રધાન હોવાને કારણે શાન્ત, લઘુ અને સુખકર છે; કેટલાક રજોગુણપ્રધાન હોવાને કારણ ચંચલ, ઘોર અને દુઃખકર છે, અને કેટલાક તમોગુણપ્રધાન હોવાને કારણે મૂઢ, વિષણ અને ગુરુ છે. વસ્તુઓ કેટલાકને સુખી, કેટલાકને દુઃખી અને કેટલાકને મોહગ્રસ્ત કરે છે. વળી, એક જ વસ્તુ એક જ વ્યક્તિને વિભિન્ન સમયે સુખી, દુઃખી કે મોહગ્રસ્ત કરે છે. આ સ્થૂલ પદાર્થો એકબીજાથી ભિન્નરૂપે આપણા અનુભવમાં આવે છે. એટલે એમને વિશેષ” કે “સ્કૂલ” એવું નામ આપવામાં આવ્યું છે. બીજી બાજુ, તન્માત્રો એકબીજાથી ભિન્નરૂપે આપણા અનુભવનો વિષય બનતાં નથી. તેમનો સત્ત્વ, રજસ્ કે, તમોગુણ સ્પષ્ટપણે આપણને ગૃહીત થતો નથી એ કારણે તેમને