________________
અધ્યયન ૯ અહંકારતત્ત્વ
પ્રકૃતિનો બીજો વિકાર અહંકાર છે. તે મહત્તત્ત્વનો પરિણામ છે. “હું” અને “મારું” એવું અભિમાન અહંકારની વૃત્તિ છે. આ અભિમાનને લીધે જ પુરુષ ભ્રમમાં પડી પોતાને કર્તા અને સ્વામી માને છે. ઇન્દ્રિયો વસ્તુને સામાન્યરૂપે ગ્રહણ કરે છે, મન તેને વિશેષરૂપે ગ્રહણ કરે છે. પછી આપણામાં ‘આ વિષયો મારા છે, “આ વિષયો મારા માટે છે,’ ‘હું તેમનો ભોક્તા છું, જ્ઞાતા છું, કર્તા છું'-વગેરરૂપે જે અભિમાન જન્મે છે તે અહંકારતત્ત્વનો ખાસ વ્યાપાર છે. અભિમાન જ આપણા બધા સાંસારિક વ્યવહારનું મૂળ છે.'
અહંકાર ત્રણ પ્રકારનો છે–વૈકૃત અર્થાત્ સાત્ત્વિક, તૈજસ અર્થાત્ રાજસ, અને ભૂતાદિ અર્થાત્ તામસ. જ્યારે અહંકારમાં રજોગુણ અને તમોગુણને દબાવી સત્ત્વગુણ પ્રબળ બને છે ત્યારે તેવા અહંકારને પ્રાચીન આચાર્યો વૈકૃત અહંકાર તરીકે ઓળખાવે છે. જ્યારે અહંકારમાં સત્ત્વગુણ અને રજોગુણને દબાવી તમોગુણ પ્રબળ બને છે, ત્યારે તેવા અહંકારને “ભૂતાદિ' નામે ઓળખવામાં આવે છે. વળી જ્યારે અહંકારમાં સત્ત્વગુણ અને તમોગુણ દુર્બળ હોય અને રજોગુણ પ્રબળ હોય ત્યારે તેવા અહંકારને તૈજસ' નામે ઓળખવામાં આવે છે. ત્રિગુણાત્મક અહંકાર એક તત્ત્વ હોવા છતાં ગુણવિશેષના ઉદ્ભવ અને અભિભવ દ્વારા તેનાં જુદાં જુદાં નામો અને કાર્યો સંભવી શકે છે.” - અહંકારતત્ત્વમાંથી બે પ્રકારની સૃષ્ટિ ઉદ્ભવે છે. અગિયાર ઇન્દ્રિયો અને પાંચ તન્માત્રો. એમાંથી અગિયાર ઇન્દ્રિયો સત્ત્વગુણપ્રધાન છે જ્યારે પાંચ તત્પાત્રો તમોગુણપ્રધાન છે. અગિયાર ઈન્દ્રિયો વૈકૃત અર્થાત્ સર્વપ્રધાન અહંકારમાંથી અને પાંચ તત્પાત્રો ભૂતાદિ અર્થાત્ તમોગુણપ્રધાન અહંકારમાંથી ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયો અને તત્પાત્રો બન્નેની ઉત્પત્તિમાં તૈજસ અહંકાર નિમિત્તકારણ તરીકે કામ કરે છે. ઇન્દ્રિયો જ્ઞાનના દ્વારરૂપ છે, એટલે પ્રકાશધર્મ ઇન્દ્રિયમાં રહેલો છે. ઇન્દ્રિયો કર્મતત્પર પણ હોય છે. જ્ઞાનેન્દ્રિયો દૂર દૂરની વસ્તુઓને ઝડપથી ગ્રહણ કરે છે. કર્મેન્દ્રિયો પણ પોતપોતાનું કાર્ય કરવામાં પટુ હોય છે. આ કારણે ઇન્દ્રિયોને સત્ત્વગુણપ્રધાન ગણવામાં આવી છે. જે પોતે સર્વપ્રધાન હોય તેનું ઉત્પાદનકારણ પણ સર્વપ્રધાન હોવું જોઈએ. કાચમાંથી દર્પણ બની શકે છે, માટીમાંથી બની શકતું નથી. તેથી સત્ત્વગુણપ્રધાન અહંકારમાંથી ઇન્દ્રિયોની ઉત્પત્તિ સ્વીકારવામાં આવી છે. બીજી બાજુ, પંચતન્માત્ર તદ્દન જડ છે; તેમનામાં વિષયનું પ્રતિબિંબ ઝીલવાનું સામર્થ્ય નથી. એટલે તે પંચતત્પાત્રો