________________
૧૧૮
પદર્શન માકર કરે છે કે સૃષ્ટિની શરૂઆતમાં ઉત્પન્ન થયેલા ભગવાન કપિલને જન્મ સાથે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય ઉદ્ભવે છે એટલે એમના એ ભાવો સાંસિદ્ધિક છે. ઇન્દ્રિયસમન્વિત પંચભૌતિક દેહ ધારણ કર્યા પછી સનક વગેરેને સોળ વર્ષે અકસ્માતુ ધર્મ, વગેરે ઉત્પન્ન થાય છે એટલે એમના એ ભાવો પ્રાકૃતિક છે. બીજાઓને ગુરુ પાસે અભ્યાસ કર્યા પછી તે ભાવો જન્મે છે એટલે એમના એ ભાવો વૈકૃતિક છે. આચાર્ય પાસેથી જ્ઞાન, જ્ઞાનમાંથી વૈરાગ્ય, વૈરાગ્યમાંથી ધર્મ અને ધર્મમાંથી ઐશ્વર્ય આવો ક્રમ વૈકૃતિક ભાવોનો છે. સામાન્ય વ્યક્તિઓને વૈકૃતિક ભાવો હોય છે. યુક્તિદીપિકાકારનો માઠર સાથે થોડોક મતભેદ છે. યુક્તિદીપિકાકારને મતે પ્રાકૃતિક જ્ઞાન વગેરેને ઉત્પન્ન થવા નિમિત્તકારણની અપેક્ષા છે પરંતુ માઠર તેમની ઉત્પત્તિમાં નિમિત્તકારણની જરૂર હોય એવું માનતા નથી લાગતા. ગૌડપાદ પણ જ્ઞાન વગેરે ભાવોને ત્રણ શ્રેણીમાં જ વિભક્ત કરે છે. ગૌડપાદનું આ શ્રેણીવર્ણન માઠરના શ્રેણીવર્ણન જેવું જ છે.""
વાચસ્પતિ બુદ્ધિને જ્ઞાન વગેરે ધર્મોને બે વિભાગમાં વહેંચે છે-સાંસિદ્ધિક અને અસાંસિદ્ધિક. સાંસિદ્ધિકનું જ બીજું નામ પ્રાકૃતિક અર્થાત્ સ્વાભાવિક છે. અસાંસિદ્ધિકનું જ બીજું નામ વૈકૃત અર્થાત્ નૈમિત્તિક છે. સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયેલા કપિલના જ્ઞાન વગેરે સાંસિદ્ધિક યા પ્રાકૃતિક યા સ્વાભાવિક છે, બીજી બાજુ, જે જ્ઞાન વગેરે ઉપાસના વગેરે ઉપાયોના અનુષ્ઠાનથી ઉદ્ભવે છે તે છે અસાંસિદ્ધિક, વૈકૃતિક યા નૈિમિત્તિક. મહર્ષિ વાલ્મીકિ વગેરેના જ્ઞાન વગેરે ભાવો અસાંસિદ્ધિક છે. તેમને તે સ્વાભાવિક નથી પણ નૈમિત્તિક છે.૫૭ યુક્તિદીપિકાકારની વ્યાખ્યા પ્રમાણે અજ્ઞાન, અધર્મ, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય સાંસિદ્ધિક હોઈ શકે છે, જેમ કે યક્ષ, રાક્ષસને અધર્મ, પશુઓને અવૈરાગ્ય, વગેરે સહજાત હોઈ સાંસિદ્ધિક છે. ,
વાચસ્પતિ બુદ્ધિનિષ્ઠ ધર્મ, જ્ઞાન વગેરે આઠ ભાવનો જેમ સાંસિદ્ધિક અને અસાંસિદ્ધિક એવો વિભાગ કરે છે તેમ શરીરનિષ્ઠ કલલ વગેરે આઠ અવસ્થાઓનો પણ સાંસિદ્ધિક અને અસાંસિદ્ધિક એવો વિભાગ કરે છે. કલલ વગેરે આઠ અવસ્થાઓ(૧) કલલ – ચામડીનું ગર્ભ ઉપરનું આવરણ. ગર્ભ ધારણ કર્યા પછી પાંચ દિવસમાં તે ઉત્પન્ન થાય છે. (૨) બુબુદ્ – સૂક્ષ્મ સ્ફોટ. તેની ઉત્પત્તિ સાત દિવસમાં થાય છે. (૩) માંસપેશી – તેની ઉત્પત્તિ બે સપ્તાહમાં થાય છે. (૪) હાથ, પગ વગેરે અંગ અને આંગળી વગેરે પ્રત્યંગ. (૫) બાલ્ય (૬) કૌમાર (૭) યૌવન અને (2) વાર્ધક્ય. વાચસ્પતિ કહે છે કે આમાંની પ્રથમ ચાર અવસ્થાઓ ગર્ભમાં જીવ હોય છે ત્યારે ઉત્પન્ન થાય છે એટલે તે સાંસિદ્ધિક કે સ્વાભાવિક કહેવાય છે. પરંતુ બાકીની ચાર અવસ્થાઓનું નિમિત્ત છે ખાનપાનને લીધે થતો શરીરનો અપચય અને ઉપચય. એટલે આ ચાર અવસ્થાઓને અસાંસિદ્ધિક અર્થાત્ નૈમિત્તિક ગણવામાં આવી છે.
યુક્તિદીપિકાકાર તો આ આઠેય અવસ્થાઓને વૈકૃત અર્થાત્ નૈમિત્તિક ગણે છે. આ પ્રસંગે યુક્તિદીપિકાકાર ચૌદેય ભુવનમાં જેટલાં શરીર છે તે બધાંને ત્રણ વિભાગમાં વહેંચે છે–સાંસિદ્ધિક, પ્રાકૃતિક અને વૈકૃત. જે શરીરો સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે તે