________________
સાંખ્યદર્શન
૧૧૭. ઉત્પત્તિનો કોઈ અર્થ રહેતો નથી. એટલે તત્ત્વસમકાલીરૂપ જ્ઞાનનું અસ્તિત્વ સંભવી શકે નહિ. જમ્યા પછી ગુરુનો ઉપદેશ સાંભળવાને પરિણામે કપિલને જ્ઞાન પ્રાપ્ત થયું એવો વિંધ્યવાસીનો મત પણ ઈશ્વરકૃષ્ણ સ્વીકારતા નથી. ઈશ્વરકૃષ્ણ “સાંસિદ્ધિકરૂપ શ્રેણી સ્વીકારે છે. તેમને મતે કપિલમાં સત્ત્વગુણનું પ્રાબલ્ય હોવાને કારણે તેમનું જ્ઞાન સ્વતઃ પ્રકટ થાય છે. દેહોત્પત્તિની સાથે જ તે આવિર્ભાવ પામે છે. કોઈ પ્રતિબંધ ન હોવાને કારણે તે કાલાન્તરની પ્રતીક્ષા કરતું નથી. તેને પ્રકટ થવા માટે કોઈ નિમિત્તકારણની જરૂર નથી, કારણ કે નિમિત્તકારણ તો માત્ર પ્રતિબંધ દૂર કરે છે જ્યારે તેને કોઈ પ્રતિબંધ તો છે નહિ. જેમ કપિલનું જ્ઞાન સાંસિદ્ધિક છે તેમ ભૃગુ વગેરેનો ધર્મ, માહાભ્યશરીરધારીઓનું ઐશ્વર્ય, સનક વગેરેનો વૈરાગ્ય, યક્ષ, રાક્ષસ વગેરેનો અધર્મ, મનુષ્યનું અનૈશ્ચર્ય અને પશુઓનો અવૈરાગ્ય સાંસિદ્ધિક છે.'
ઈશ્વરકૃષ્ણને મતે પ્રાકૃતિક જ્ઞાન જ્યારે અવ્યક્તભાવે વિદ્યમાન હોય છે ત્યારે તે વ્યક્ત થવા માટે કોઈ બાહ્ય કારણ કે ઉત્તેજનાની અપેક્ષા રાખે છે. જેમ માર્ગમાં સર્પ જોતાં વટેમાર્ગ એકાએક અને ઝડપથી પાછો હટી દૂર ભાગે છે તેમ પ્રાકૃતિક જ્ઞાન વગેરે પણ બાહ્ય ઉત્તેજનાને પરિણામે અસ્વાભાવિક રીતે અને ઝડપથી પ્રગટ થઈ જાય છે. સાંસિદ્ધિક જ્ઞાનને પ્રકટ થવા બાહ્ય કોઈ કારણની અપેક્ષા નથી, પરંતુ પ્રાકૃતિક જ્ઞાનને તો છે. પ્રાકૃતિક જ્ઞાનની જેમ પ્રાકૃતિક વૈરાગ્ય વગેરેની બાબતમાં પણ સમજવું.
વૈકૃત કે વૈકૃતિક જ્ઞાન વગેરે આપણા જેવા સામાન્ય લોકોમાં હોય છે. સામાન્ય જીવમાં તમોગુણ પ્રબળ હોય છે. તે બુદ્ધિની જડતા દૂર કરવા પોતે પ્રયત્ન કરે છે. તેથી તેનામાં રહેલો સત્ત્વગુણ ધીમે ધીમે વહેવા લાગે છે અને છેવટે જ્ઞાન વગેરેનો આવિર્ભાવ ધીમે ધીમે થવા લાગે છે. સાંસિદ્ધિક અને પ્રાકૃતિક જ્ઞાન વગેરેની બાબતમાં સત્ત્વગુણનો સ્રોત પ્રકૃતિમાંથી વહેવાનું શરૂ કરે છે; પરંતુ વૈકૃતિક જ્ઞાન વગેરેની બાબતમાં સત્ત્વગુણનું પ્રમાણ ખૂબ થોડું હોય છે અને તેનો પ્રવાહ બુદ્ધિમાંથી વહેવાનું શરૂ કરે છે. બુદ્ધિ સૂકી નદી જેવી છે એવા પંચાધિકરણના મતને ઈશ્વરકૃષ્ણ સ્વીકારતા નથી. ઈશ્વરકૃષ્ણને મતે જ્યારે જ્ઞાન વગેરે ભાવોનું અસ્વાભાવિક અને એકાએક પ્રાકટ્ય દેખાય છે ત્યારે સર્વપ્રવાહ પ્રકૃતિમાંથી વહે છે પરંતુ જ્યારે પોતાના પ્રયતથી પ્રતિબંધક તમોગુણને દૂર કરી જ્ઞાન વગેરેને પ્રગટ કરવામાં આવે છે ત્યારે સર્વપ્રવાહ બુદ્ધિમાંથી વહેવાનું શરૂ કરે છે. વાર્ષગણ્યનો મત પણ આવો જ છે. તે કહે છે કે કરણો જ્યારે અસ્વાભાવિક રીતે કાર્ય કરે છે ત્યારે સત્ત્વપ્રવાહ પ્રકૃતિમાંથી વહી શકે છે પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં તે બુદ્ધિમાંથી વહે છે. ૫૦ કરણી હમેશાં પોતાની શક્તિથી જ કાર્ય કરે છે એવો પતંજલિનો મત ઈશ્વરકૃષ્ણ સ્વીકારતા નથી, તેમ જ તેઓ હમેશાં બાહ્યશક્તિના બળે જ કાર્ય કરે છે એવો પંચાધિકરણનો મત પણ તે સ્વીકારતા નથી. ઈશ્વરકૃષ્ણ બંને મતનો સમન્વય કરે છે. ૫૩ - યુક્તિદીપિકાકારે બુદ્ધિના જ્ઞાન વગેરે ધર્મોની સાંસિદ્ધિક, પ્રાકૃતિક અને વૈકૃતિક રૂપે જેવી રીતે શ્રેણીઓ કરી છે તેવી રીતે જ લગભગ માઠરાચાર્ય શ્રેણીઓ કરી છે.