________________
૧૧૦
પદર્શન ઐશ્વર્યના પ્રતાપે સિંહ અને વાઘ જેવાં હિંસક પ્રાણીઓ પણ વશ થઈને રહે. ‘ઈશિત્વ'. ઐશ્વર્યના પરિણામે પંચભૂતનાં અને ભૌતિક પદાર્થોનાં સર્જન, પોષણ અને સંહાર કરવાનું સામર્થ્ય જન્મે છે. “યતકામાવસાયિત્વ'ઐશ્વર્યથી વ્યક્તિમાં સત્યસંકલ્પતા આવે છે. આ ઐશ્વર્યને પરિણામે જેવો સંકલ્પ મનમાં ઊઠે તેવું જ કાર્ય બાહ્ય જગતમાં થાય. “મહિમા' ઐશ્વર્યને પ્રતાપે મહત્ત્વની પ્રાપ્તિ થાય.૨૩
તમોગુણપ્રધાન બુદ્ધિના ધર્મો અધર્મ વગેરે છે. અધર્મનું ફળ નરકગમન,૧૪ અજ્ઞાનનું ફળ બંધન, ૨૫ અવૈરાગ્યનું ફળ સંસાર તેમ જ સાંસારિક ભોગ અને અનૈશ્વર્યનું ફળ ઇચ્છાની અપૂર્તિ છે. ૨૭
પૂર્વોક્ત અજ્ઞાનનું ફળ બન્ધન ત્રણ પ્રકારનું છે–પ્રાકૃતિક, વૈકૃતિક અને દાક્ષણિક. ‘પ્રકૃતિ જ આત્મા છે' એવા જ્ઞાનને પરિણામે જે બંધનદશા ઉદ્ભવે છે તેને પ્રાકૃતિક બંધન કહે છે. એને પુરાણોમાં પ્રકૃતિલય’ને નામે ઓળખવામાં આવે છે. આ જ રીતે પંચભૂત, ઇન્દ્રિયો, અહંકાર અને બુદ્ધિને આત્મા માનવાને પરિણામે જે બન્ધ થાય તેને વૈકૃતિક બંધન કહે છે કારણ કે પંચભૂત વગેરે પ્રકૃતિના વિકારો છે. પુરુષના સ્વરૂપને જાણ્યા વિના સકામભાવે યજ્ઞ, યાગ વગેરેમાં પ્રવૃત્ત રહેવાને પરિણામે જે બંધનદશા ઉદ્ભવે તેને દાક્ષણિક બંધન કહે છે. નિષ્કામભાવે યજ્ઞ વગેરેમાં પ્રવૃત્તિ અને પુરુષતત્ત્વના જ્ઞાનને પરિણામે ક્રમશઃ પાપોનો ક્ષય થતાં અપવર્ગની પ્રાપ્તિ થાય છે. યજ્ઞ, યાગ, અદષ્ટ, સ્વર્ગ, નરક, સુખ અને દુઃખની સાથે આત્માનો કોઈ સંબંધ નથી, પ્રકૃતિ અને વિકૃતિથી આત્માનું સ્વરૂપ ભિન્ન છે–આવો સાક્ષાત્કાર દઢ થતાં કોઈ બંધનનો ભય રહી શકતો નથી. પુરુષતત્ત્વ વિશે અજ્ઞાન ધરાવતા જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય તોય કૈવલ્યને તે પામી શકતો નથી. તેનેય પ્રાકૃતિક કે વૈકૃતિક બંધનદશા સંભવે છે. તેથી મુમુક્ષુએ પુરુષતત્ત્વનો સાક્ષાત્કાર અવશ્ય કરવો જોઈએ એવું સાંગાચાર્યો માને છે.
પ્રત્યયંસર્ગ બુદ્ધિતત્ત્વના ધર્મ વગેરે આઠ ધર્મોમાંથી કયા હેય છે અને કયા ઉપાદેય છે એ દર્શાવવા તેમના ચાર વિભાગ પાડ્યા છે – (૧) વિપર્યય, (૨) અશક્તિ, (૩) તુષ્ટિ અને (૪) સિદ્ધિ. આ વિપર્યય વગેરે બુદ્ધિના ધર્મો છે. પૂર્વોક્ત ધર્મ વગેરે આઠ ધર્મોનો આ વિપર્યય વગેરેમાં સમાવેશ થઈ જાય છે. અજ્ઞાનનો સમાવેશ વિપર્યયમાં થાય છે; અધર્મ, અવૈરાગ્ય અને અનૈશ્વર્યનો સમાવેશ અશક્તિમાં થાય છે. ધર્મ, વૈરાગ્ય અને ઐશ્વર્યનો સમાવેશ તુષ્ટિમાં થાય છે. જ્ઞાનનો સમાવેશ સિદ્ધિમાં થાય છે.”
ગુણોની ન્યૂનાધિકતાને પરિણામે બુદ્ધિના વિપર્યય વગેરે ધર્મોના કુલ પચાસ ભેદ થાય છે - વિપર્યયના પાંચ ભેદ, અશક્તિના અઠ્યાવીસ ભેદ, તુષ્ટિના નવ ભેદ અને સિદ્ધિના આઠ ભેદ."
વિપર્યય છે અવળું જ્ઞાન. શુક્તિમાં રજતનું જ્ઞાન એ મિથ્યાજ્ઞાન છે. તમોગુણના