________________
सहार्थे २।२।४५॥
સહ શબ્દનો અર્થ તુલ્યયોગ અને વિદ્યમાનતા છે. એ સહાર્થ; શબ્દથી અથવા પ્રકરણાદિ અર્થથી જણાતો હોય તો ગૌણ નામને તૃતીયા વિભક્તિ થાય છે. પુત્રેળ સહાડડનત:; પુત્રેળ સહ સ્થૂ; પુત્રેળ સહ ગોમાન્ અને પુત્ર સહ બ્રાહ્મણ: અહીં સજ્જ શબ્દથી; પિતા અને પુત્રનો; અનુક્રમે આગમન ક્રિયા; સ્થૂલત્વ ગુણ, ગોમત્ત્વ-દ્રવ્ય અને બ્રાહ્મણત્વ જાતિને લઈને તુલ્યયોગ ગમ્યમાન હોવાથી ગૌણ નામ પુત્ર ને આ સૂત્રથી તૃતીયા વિભક્તિ થાય છે. નાડપિ સુપુત્રેળ સિંહી સ્વપિતિ નિર્મમ્। સૌવ વશમિઃ પુત્ર રિ વતિ નર્રમી ॥9॥ અહીં સહાર્થ વિદ્યમાનતા (સત્ત્વ) ગમ્યમાન હોવાથી ગૌણ નામ સુપુત્ર અને પુત્ર ને આ સૂત્રથી તૃતીયા વિભક્તિ થાય છે. અર્થક્રમશઃ - પુત્ર સાથે (પિતા) આવ્યા (બંન્ને આવ્યા). પુત્ર સાથે (પિતા) સ્થૂલ છે (બંન્ને સ્થૂલ છે). પુત્ર સાથે (પિતા) ગાયવાલા છે (બંન્ને ગાયવાલા છે). પુત્ર સાથે (પિતા) બ્રાહ્મણ છે (બંન્ને બ્રાહ્મણ છે). એક સુપુત્રથી પણ (એક જ સુપુત્ર હોવા છતાં) સિંહણ નિશ્ચિતપણે સૂવે છે; દશ પુત્રોથી પણ ગધેડી ભાર વહન કરે છે. અહીં સ્પષ્ટ પણે સમજી શકાય છે કે વિદ્યમાનતા સ્થળે ગૌણનામાર્થમાં; પ્રધાનનામાર્થની શયનક્રિયા અથવા ભારવહનની ક્રિયાની વિવક્ષા હોતી નથી. પરન્તુ તુલ્યયોગ સ્થળે બંન્નેમાં ઉપર જણાવ્યા મુજબ તાદૃશ ક્રિયા કે ગુણાદિની વિવક્ષા હોય છે. જેથી સહાર્થ દ્વિવિધ વર્ણવ્યો છે; અન્યથા સહાર્થ વિદ્યમાનતા સ્થળે સદ્રૂપે તુલ્યયોગ હોવાથી વિદ્યમાનતા અને તુલ્યયોગ - આ બે સહાર્થમાં ભિન્નતા પ્રતીત નહીં થાય .... ઈત્યાદિ યાદ રાખવું. ॥૪॥
વુમેનૈસ્તવવાળા ૨૦૨૫૪૬।।
જે ભેદિ (ધર્મી - વિશેષ્ય) ના ભેદ (ધર્મ - પ્રકાર - વિશેષણ) વડે;
४९