________________
૩૪
સમાસ થયો તેથી ૩-૨-૨ થી સ્યાદિનો અમ્ થયેલો છે.
(૩) યથાશત્તિ - અહીં યથા “અનતિવૃત્તિ (ઓળંગ્યા વિના)” અર્થમાં છે. યથા અને શત્તિ નામનો આ સૂત્રથી અવ્યયીભાવ સમાસ થયો છે. ઞનકારાન્ત અવ્યયીભાવ સમાસ થયો તેથી અનતો...૩-૨-૬ થી સ્યાદિનો લોપ થયેલો છે.
(૪) સશીલમ્ - અહીં સજ્જ “સાદશ્ય (સમાન)” અર્થમાં છે. સજ્જ અને શીત નામનો આ સૂત્રથી અવ્યયીભાવ સમાસ થયો છે. કારાન્ત અવ્યયીભાવ સમાસ થયો તેથી ૩-૨-૨ થી સ્યાદિનો અમ્ થયેલો છે. પ્રશ્નઃ- ઉપરનાં સૂત્રમાં સમ્ (સમાન)નું ગ્રહણ કરેલું છે. તો આ સૂત્રમાં સાદૃશ્ય (સમાન)નું ફરી ગ્રહણ શા માટે કર્યું ?
જવાબઃ- સ ્ અને સાદૃશ્ય બંનેમાં વિશેષતા છે. સત્ - અર્થની સાથે સંબંધ રાખે છે. (બાહ્ય દેખાવને જણાવે છે.) જેમ કે સવ્રતમ્ – સમાન વ્રતવાળો. અને સાદૃશ્ય – તેના ગુણને જણાવે છે. (અત્યંતર ગુણને જણાવે છે.) જેમ કે સશૌતમ્ શીલનું સમાનપણું.
યથાથા ।૨-૨-૪૬.
અર્થ:- જો પૂર્વપદનો અર્થ પ્રધાન હોય તો થા પ્રત્યયાન્ત થથા અવ્યયને છોડીને અન્ય યથા અવ્યય કોઈપણ નામની સાથે નિત્ય અવ્યયીભાવ સમાસ પામે છે.
સૂત્ર સમાસ:- ન વિદ્યતે થા યસ્ય સ:-પ્રથા (બહુ.)
વિવેચનઃ- (૧) યથારૂપમ્ – અહીં યથા “યોગ્યતા” અર્થમાં છે. યથા અને રૂપ નામનો આ સૂત્રથી અવ્યયીભાવ સમાસ થયો છે. કારાન્ત અવ્યયીભાવ સમાસ થયો તેથી ૩-૨-૨ થી સ્યાદિનો અભ્ થયેલો છે.
(૨) યથાવૃદ્ધમ્ - અહીં યથા “વીપ્સા” અર્થમાં છે. યથા અને વૃદ્ધ નામનો આ સૂત્રથી અવ્યયીભાવ સમાસ થયો છે. અકારાન્ત અવ્યયીભાવ સમાસ થયો તેથી ૩-૨-૨ થી સ્યાદિનો અભ્ થયેલો છે.