________________
ગુરુકૃપાથી માત્રસૃતિ જ નહી પણ સવાધ્યાય શક્તિ વધે છે. [ ૨૬૯
મારે ત્રિપૃષ્ઠ વાસુદેવને ભવ હતે. ગણધર ગૌતમ મારા સારથી હતા. મેં એક સિંહને માર્યો. સિંહ મરતાં મરતાં એટલા લથડીયા ખાઈ રહ્યો હતે. વેદના અનુભવી રહ્યો હતે. ત્યારે મારા સારથીએ સિંહને આશ્વાસન આપ્યું વનકેસરી શાને લેભ અનુભવે છે? તારું મૃત્યુ નરકેસરીના હાથે થયું છે. તારા મૃત્યુની પણ શેભા છે. આ શબ્દોએ સાંત્વન આપ્યું. મારા સારથી પ્રત્યે સિંહના હૈયામાં પ્રેમની લાગણી બંધાણી અને મારા પ્રત્યે દ્વેષની. “ત્રિપૃષ્ઠ તે હું મહાવીર”_“સારથી તે ગૌતમ. “સિંહ તે ખેડૂત” ગૌતમથી ખેડૂત પ્રતિબંધ પામી દીક્ષા લે છે. મને જોઈને દીક્ષા છેડે છે. મહાત્માએ? મીઠાં વચનની આ શક્તિ તે કલ્યાણકારક-મહાવ્રતધારક સાધુના વચનની કઈ તાકાત હોઈ શકે? - સાધુ કોઈનું ખરાબ વચન સાંભળી ખરાબ બોલે તે કહેવું પડે સૂર્ય પૂર્વમાં નહિ પશ્ચિમમાં ઉગ્યે-સમુદ્રએ મર્યાદા મૂકી
મહાત્મા !! તમે આમ શું કરે છે? આ અમસ્તી નાની વાત. કાનમાં ખરાબ શબ્દ ગયે અને મુખમાંથી. ખરાબ શબ્દ નીકળી ગયા. આમાં વળી કઈ મોટી ભૂલ આ તે માનવીય નબળાઈ છે. માનવ છે તે ભૂલ થાય જીભમાં હાડકું નથી એટલે જરા આડી અવળી વળી ગઈ વધુ કહે તે એટલું કહે આગળ પાછળ શબ્દ બેલાઈ