________________
પૂ. દાદાગુરુવેશના પ્રિયસૂત્રનું પ્રકાશન કરાવ્યું. અમારા જ્ઞાન સાધનામાં રત વિશાળ સાધ્વી મંડળે ઉત્તરાધ્યયન સૂત્રને નાદ ગુંજિત કર્યો. પ્રતિદિન સૂત્રપાઠ–અર્થપાઠસ્વાધ્યાય થવાં લાગ્યાં. અમારા પૂજય ગુરુદેવની સદૈવ પ્રેરણા રહે છે-“સુત્ર ઉપર મૌલિક ચિંતન કરે...”
- પૂ. પાદ ગુરુદેવના દીક્ષા પર્યાયની અર્ધશતાબ્દી પ્રસંગે શ્રી દશવૈકાલિક સૂત્રનું ચિંતન આલેખાયું. પૂ. પા. ગુરુદેવની પ્રેરણા–પ્રોત્સાહન જ્ઞાનારાધનામાં સદા રહ્યા છે. વિ. સં. ૨૦૩૬ના જેઠ સુદ ત્રીજ ના દિવસે અમારા પૂ. ગુરુદેવને અર્ધ શતાબ્દી મહોત્સવ કુપાક તીર્થમાં ઉજવાયેલ. મેં પણ તે નિમિત્તે વષીતપ કરેલ. પારણાના દિવસે પૂ. ગુરુદેવની આજ્ઞા લીધી. “હું કંઈક અભિગ્રહ રાખું? મારા અભિગ્રહ પૂર્ણ થાય તે પારણું કરવું.” પૂજ્ય ગુરુદેવે દશ કલાકની મુદત આપી. જેઠસુદ ત્રીજના બ્રાહ્મમુહૂર્તમાં માણિજ્યસ્વામીના દર્શન કર્યા પ્રભુના દર્શન કરતાં જેવા ભાવે થયા તે ભાવે પ્રમાણે બાર અભિગહ ધાર્યા. લખીને કવર બંધ કર્યું. એક થી બે વાગ્યા સુધીમાં નવ અભિગ્રહ પૂર્ણ થયા. ત્રણ અભિગ્રહ બાકી હતા. એક અમારા અભ્યાસી બાલમુનિ અજિતયશ મહારાજે નવ કલાક અભ્યાસને અભિગ્રહ લઈ મારો અભિગ્રહ પૂર્ણ કર્યો. અમારા વડીલબેને કહ્યું વાચંયમ! જે, હવે તારે ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર લખવાનું છે, હોં !! આથી મારે અગિયારમે અભિગ્રહ પણ પૂર્ણ થયે.