________________
૨૧
જલદીથી ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ કરજે. અમારા પૂ. વડીલબેન રત્નચૂલાશ્રીજી મ. ની અધ્યયનમાં ખૂબ તીવ્ર ગતિ. પૂ. ગુરુદેવે કૃપા કરી સિદ્ધહેમ સંસ્કૃત વ્યાકરણ પ્રારંભ કરાવ્યું. મારું મન તો ઘણીવાર થાકી જતું હતું. પણ, પૂ. ગુરુદેવની પ્રેરણાએ અભ્યાસ આગળ ચાલ્યું. અમે બંને ભગિનીઓ પૂ. દાદાગુરુદેવનો જન્મદિવસ હોય, કે પૂ. ગુરુદેવને જન્મદિવસ હોય, દીક્ષા તિથિ હેય, કંઈક પ્રસંગે હોય તે ઉત્તરાધ્યયનનું અધ્યયન શેધીએ કયા અધ્યયની પચાસ ગાથા છે? કયા અધ્યયની એકસઠ ગાથા છે? તે કંઠસ્થ કરીએ.
આમ કરતાં કુશાગ્ર બુદ્ધિના કારણે મારા વડીલ ભગિનીનું ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ થઈ ગયું અને મારું સૂત્રાધ્યયન અપૂર્ણ જ રહ્યું. વિ.સં. ૨૦૧૫ માં પૂ. દાદાગુરુદેવનું દાદર જ્ઞાનમંદિરમાં ચાતુર્માસ. મારું કંઈક સદ્ભાગ્ય જાગ્યું. એક દિવસ પૂ. દાદાગુરુદેવ કહે “વાચંયમા! જે, તું એક અધ્યયન રેજ કંઠસ્થ કરે તે તને હું ગાથા આપું.” બસ...પછી તે મહાપુરુષની કૃપાએ જેમ “પંગુ લંઘયતે ગિરિ ” તેના જેવું થયું. પૂ. દાદાગુરુદેવ એક અધ્યયન આપે. મારું એક અધ્યયન કઠસ્થ થઈ જાય. આખું અધ્યયન મુખપાઠ બોલાવે. સંપૂર્ણ અધ્યયન બરાબર ચાલે તે બીજુ આપે. આમ સત્તર દિવસમાં ઉત્તરાધ્યયન સૂત્રના સત્તર અધ્યયન કંઠસ્થ થવાથી મારે ઉત્તરાધ્યયન સૂત્રને અભ્યાસ પૂર્ણ થશે. દાદાગુરુદેવ તથા પૂ. ગુરુદેવ ખૂબ ખુશ થયા. તે વખતે કહ્યું. “અગિયાર અંગ કંઠસ્થ કરવા પ્રયત્ન કરજે.”