________________
( ૬ )
શ્રીસુપાશ્વ નાથચરિત્ર.
સમાન વેષ ધારણ કરી કાઈ ન જાણે તેવી રીતે કુમારના આનુચર તરીકે નિરંતર સેવામાં હાજર રહે છે. અનુક્રમે તે કુમાર કાશલપુરમાં ગયા. નગરની નજીકમાં એક સરાવર હતું. તેના કાંઠા ઉપર સ્વચ્છ હવામાં વિશ્રાંતિ માટે કુમાર બેઠા હતા તેવામાં સુંદર ધ્વનિવડે મનેાહર વાજીંત્રીના નાદ તેના સાંભળવામાં આવ્યે. વિમલે ત્યાં આવતાં કાઇક નગરવાસીને પૂછ્યું, ભાઈ? અહીં કાઇ મહાત્સવ છે ? કે જેથી આ વાજીત્રા વાગી રહ્યાં છે. પુરૂષ ખેલ્યા, આ નગરને અધિપતિ રણુધવળ નામે રાજા છે, તેને કુરૂમતિ નામે પુત્રી છે. તે રાજાને પાતાના પ્રાણથી પણ અધિક પ્રિય છે, પરંતુ તે કુરૂતિ પુરૂષ દ્વેષણી છે. અર્થાત્ કોઇ પણ વર તેની ધ્યાનમાં આવતા નથી. તેથી તેના પિતાએ કુલદેવીની આરાધના કરી, જેથી કુલદેવી પ્રગટ થઇ. એટલી કે પટ્ટ હસ્તી ઉપર કુમારીને બેસારીને તે હાથી છૂટા મૂકે અને તે હાથી પેાતાની શુઢવડે જેને વરમાળા પહેરાવે તેજ કુમારીના વર જાણવા, તેમજ કુમારી પણ તે પુરૂષ ઉપર બહુ પ્રેમવાળી થશે. આ પ્રમાણે દેવીનું વચન સાંભળી રાજાએ તે પ્રમાણે હાથી શણગારી છુટા મૂક્યા છે, અને તેની આગળ વાજી ંત્રા વાગે છે. હસ્તી પેાતે માલી વાડામાં જઈ સુંઢ ઉપર પુષ્પમાળા ધારણ કરીને નરેંદ્ર, માંડલિક, સામત અને સેનાપતિ મંત્રી સહિત નગરની અંદર ફરવા નીકળ્યે છે. એમ કહી તે પુરૂષ માન રહ્યો તેટલામાંજ તે પટ્ટ હસ્તી ત્યાં આવ્યા અને વિમલ મંત્રીના જોવામાં આવ્યેા. જેમ ગંડસ્થલેામાંથી નિર્માળ મદ જળ ઝરતુ હતું, તેમજ તેના સુગંધથી એકઠા થએલા ભ્રમરાઓના ગુજારવવડે દિશાઓને વાચલિત કરતા તે પટ્ટ હસ્તીને જોઇ મંત્રીએ કુમારને જાગ્રુત્ કર્યો. તેટલામાં તે હસ્તી કુમારની પાસે આવી ગયા. અને શુઢમાં ધારણ કરેલી પુષ્પમાળા કુમારનાં કઢમાં પહેરાવી.