________________
વીરકુમારની કથા.
(૫૧) રતિ અને રંભાદિક અપ્સરાઓને પરાજય કરતી હતી. આ દુનીયામાં વિલાસનું કુલભુવન માત્ર તેજ ગણાતી હતી. વળી ભુવનરૂપી સરોવરમાં કમલિની સમાન લક્ષ્મીનું ક્રીડા સ્થાન હતી. વિષય સુખમાં આસક્ત થયેલાં તેઓને એક પુત્ર થયે, જેનું નામ વીરકુમાર હતું. વળી તે રૂપમાં સનસ્કુમારને અનુસરતે હ, શૂર, ધીર, ત્યાગી અને કૃતજ્ઞ જનમાં શિરમણિ સમાન તેમજ સર્વ કલાઓને પારગામી હતા છતાં પણ બહુ વિનયવાનું હતું. વળી તે ચંદ્ર સમાન શીતલ હતું પરંતુ તેમાં કઈપણ પ્રકારનું લાંછન નહોતું. એક દિવસ વીરકુમાર સ્વારી સાથે શિકાર માટે જંગલમાં
ગયે. ત્યાં એકપણ મૃગાદિક પશુઓ તેના અદ્દભુતમુનિ જોવામાં આવ્યાં નહીં. તેથી વિસ્મય પામી દશના પિતાના પરિજન સહિત કુમાર ત્યાં આડે
અવળે ભ્રમણ કરતા હતા તેટલામાં ત્યાં એકાંતમાં એકઠા થઈ બેઠેલા સસલાએ, મૃગલા, પાડા, ઘોડા, હાથી, સિંહ, વાઘ અને ચિત્રાઓ વિગેરે અનેક પ્રાણીઓને પરસપર વૈરિ છતાં પણ મિત્ર સમાન નિર્ભય સ્થિતિવાળા જોયા. તેમજ તેઓની મધ્યમાં બેઠેલા અને નિરંતર આત્મધ્યાનમાં રક્ત એવા મુનિંદ્રનાં દર્શન થયાં. વળી તે મુનીંદ્ર શ્રવણેન્દ્રિયને અમૃતવૃષ્ટિ સમાન અને મેઘ સમાન ગંભીર એવી વાણીવડે ધર્મદેશના આપતા હતા. એવામાં કુમારના સૈનિકોએ તે પશુઓ ઉપર બાણ, ભાલા વિગેરે આયુધોના પ્રહાર કર્યા. પરંતુ તેઓને તે પીડાકારક થયા નહીં. ત્યારબાદ પશુઓમાં વરની શાંતિ તેમજ શસ્ત્રોનું વિપુલપણું જોઈ કુમાર આશ્ચર્ય પામે અને તેણે જાણ્યું કે આ મુનીંદ્રને જ પ્રભાવ છે. પછી કુમાર પ્રણામ કરી મુનિની આગળ બેઠે, આ પ્રમાણે કુમારને આચાર