________________
સાગરચંદ્ર કથા.
(૪૩) સંસર્ગ છે. તેથી આ મુનિ ઉપર ત્યારે પક્ષપાત છે. જેથી તે પાપનું ફલ તું અનુભવે છે. ગુણચંદ્ર બે હે બંધુ! આ મુનિ સંબંધી તને દ્વેષ હોવાથી અહીં રહીશ અથવા જઈશ તેપણ તને લાભ થવાનું નથી. જો કે પૂજ્ય એવા મુનિવરે સ્વાભાવિક જ મંગળ સ્વરૂપ હોય છે, પરંતુ નિંદા કરનારને અતિશય
અમંગળ ફલદાયક થાય છે. તેમજ તેને ઉભય લેકમાં દુર્ગતિ, દુધ અને અનંત દુ:ખ પ્રાપ્ત થાય છે. માટે હે બાંધવ! આ તમ્હારે વિચાર બહુ ખરાબ છે. વળી કલ્યાણના કુલભવન સમાન આ મુનીંદ્રના દર્શનથી હું જ્યાં જઈશ ત્યાં મહારે બહુ સત્કાર થશે. તેમજ બહુ શુભ કાર્ય કરી હું કૃતાર્થ થઈશ. માટે હિ બાંધવ ! ફુરણાયમાન તેજની મૂત્તિમય આ મુનિની હજુ પણ ક્ષમા માગે. અને શાંત થાઓ. જયેષ્ઠ બંધુ પૂર્ણ હઠમાં આવેલ હોવાથી બેલ્યો કે, એની ક્ષમા માગવાથી જે શાંતિ થાય તે શાંતિ મહારે ખપ નથી. હારા જવાથી પણ હારું હૃદય બળે છે પરંતુ હું શું કરું? તું બહુ ડાહ્યો થઈ ગયો છે, જેથી મહને વૃષભ સમાન પણ તું ગણતા નથી. એમ કહી સાગરચંદ્ર પાછા વળે. સાગરચંદ્રના ગયા બાદ ગુણચંદ્ર મુનિને નમસ્કાર કરી
પિતાના કાર્ય માટે આગળ ચાલ્ય, દિવસ ગુણચંદ્ર. તે આનંદમાં વ્યતીત થયે. રાત્રીના સમય
થયે એટલે પ્રયાણ બંધ કરી એક નગરની બહાર વિષ્ણુના મંદિરમાં મુકામ કરી પોતે સુઈ ગયે. અર્ધ રાત્રિના સમયે તેને સાંભળવામાં આવ્યું કે હે સ્વામિન્ ! ગુણચંદ્ર! ઉભા થાઓ, જલદી સજજ કરેલા રથમાં આપ બેસે કે જેની અંદર બેસીને અમ્હારી સ્વામિની આપના માટે ખાસ આવેલી છે. આ પ્રમાણે કેઈક સ્ત્રીને શબ્દ સાંભળી ગુણચંદ્ર