________________
વરૂણની સ્થા.
(૩૫)
वरुणवणिकनी कथा.
ફૂટતુલામાનાતિચાર.
દાનવિય રાજાએ વિનય પૂર્વક પ્રશ્ન કર્યો કે હે ભગવાન! હે કૃપાસાગર ! તૃતીય અણુવ્રતમાં ચેાથા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત સંભળાવીને અમને કૃતાર્થ કરી. શ્રી સુપાર્શ્વ પ્રભુ રાજાના પ્રશ્ન સાંભળી બહુ ઉત્સાહ આપીને બેલ્યા, હે નરાધીશ ! ત્રીજું વ્રત ધારણ કરી જે ફૂટ ( ખાટાં ) વજન અથવા માનાદિકથી વ્યવહાર કરે છે, તે પુરૂષ વસ્તુની પેઠે ઉભય લેામાં અવશ્ય દુ:ખી થાય છે.
આ ભરતક્ષેત્રમાં સુવર્ણ ( ઉત્તમ કાંતિ- સેાનું અથવા બ્રાહ્માદિક ઉત્તમ જાતિ ) વડે વિભૂષિત, વરૂણૢદ્રષ્ટાંત. તેમજ પ્રવર ગદા ( ગજ ) શ્રેષ્ટ ગદા નામે આયુધ ( ઉત્તમ હસ્તિ ) ના આધાર ભૂત વિષ્ણુના શરીર સમાન મણિખેટ નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં નિરંતર દાન ( મદ ) ની વૃષ્ટિ કરવામાં અતિદક્ષ ગજેંદ્ર સમાન હરિવિક્રમ નામે રાજા રાજ્ય કરે છે. ચંદ્રલેખા નામે . તેની સ્ત્રી છે. વળી તે નગરમાં દેવસેન નામે નગરશેઠ છે. તેમની સ્રીનુ નામ વિજ્યા છે. અને વરૂણ નામે તેઓને એક પુત્ર છે તે દરેક કલામાં બહુ કુશલ છતાં નિરંતર પોતાના મિત્ર સાથે સ્મશાન ભૂમિમાં તેમજ જંગલમાં ભ્રમણ કરે છે. માત્ર અનથ કાર્ય માંજ તે આનંદ માને છે.
એક દિવસ હરિવિક્રમ રાજાએ લેાકેાની દયાને લીધે ચાટામાં ભરતચક્રવર્તિનું નાટક કરાવ્યું. લાકા બહુ ઉમંગથી એકઠા થયા. વરૂણ પણ તે ખેલ જોવા લાગ્યા. તે પ્રસ`ગે નાટકિઆએ ભર
કેવળજ્ઞાન.