________________
મહનની કથા.
(૨૧) રાજ્ય છોડી કોઈપણ સ્થાને હુને ફાવે ત્યાં તું ચાલ્યું જા. ત્યારૂ મુખ મહને દેખાડીશ નહીં. તું હારે પુત્ર જ નથી કેમકે હારા પૂર્વજોએ મહા-યત્નથી પાળેલી પ્રજાને ક્રીડાવડે લુંટવાથી હારી કીર્તિને પણ હું દૂષિત કરી. પશુ અને પુત્રમાં રાજ્યનીતિ સમાન રાખવી એમ જે પંડિતો કહે છે તે સત્ય છે. વળી જે હું હારા ખુલ્લા દેષને છુપાવી યોગ્ય દંડ ન કરૂં તે હું નીતિમાર્ગથી વિપરીત ચાલનાર ગણાઉં, કેમકે પિતાના રાજ્યમ સર્વજનનું સમભાવ પૂર્વક નીતિથી પાલન કરવું તેજ લક્ષહેમ, સરોવર, કૂવા અને દેવમંદિરાદિક બનાવવા સમાન ગણાય. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – दुष्टस्य दण्डः स्वजनस्य पूजा, न्यायेन कोशस्य च संप्रवृत्तिः । अपक्षपातो रिपुराष्ट्ररक्षा, पञ्चैव यज्ञाः कथिता नृपाणाम् ॥ किं देवकार्येण नराधिपानां, कृत्वा हि मन्युं विषमस्थितानाम् । तद्देवकार्य च स एव यज्ञो-यदश्रुपाता न भवन्ति राष्ट्रे ॥
અર્થ–“દુછનો દંડ, સજનની પૂજા, ન્યાયથી કેશ (ખજાના)ની વૃદ્ધિ, સર્વથા પક્ષપાતને ત્યાગ અને શત્રુઓથી દેશની રક્ષા કરવી એ પાંચે કાર્યો રાજાઓને માટે ખાસ યજ્ઞભૂત કહ્યાં છે. વિષમ સમયમાં આવી પડેલા રાજાઓ જે ક્રોધ વશ ન થાય તે પછી દેવ સંબંધી કાય કરવાથી શું? કારણકે રાજ્યમાં કોઈ પણ ઠેકાણે અશુપાત ન થાય તેજ કાર્ય અને તેજ યજ્ઞ જાણો.” વળી જેઓના માટે હું નિરંતર ટાઢ, તડકો, ક્ષુધા અને તૃષા સહન કરું છું, તેઓને ગૃહસાર તથા સ્ત્રીઓને બલાત્કારે તું હરણ કરે છે માટે મહારે હારું કામ નથી, તેથી તું જલદી હારૂં રાજ્ય છોડી અન્ય સ્થળે ચાલ્યો જા, હારૂં મુખ જેવાને પણ હવે ધર્મ રહ્યો નથી. કેમકે એરટાઓની વસ્તી કરતાં શૂન્યસ્થાન ઘણા દરજજે શ્રેષ્ઠ ગણાય.