________________
નિર્વાણુવર્ણન.
(૪૪૧) તેથી અખિલ ભરતક્ષેત્ર ભારે મેહ તિમિરમાં નિમગ્ન થયું. વળી હે ભગવન ! અત્યંત ભક્તિભાવથી અમે અહીં આવીને હવે કેની સ્તુતિ કરીશું? અથવા કેની પૂજા રચીને આનંદ માનીશું? અથવા વિલાસ સહિત નૃત્ય લીલા કેની આગળ કરીશું? હે સ્વામિન ! તમહારા વિના હાલમાં અમારા રત્નમય મુકુટને કોના ચરણુપીઠમાં ભક્તિભાવથી નમાવીશું ? એ પ્રમાણે સ્તુતિ કરી વારંવાર નમસ્કાર કરી ઉદાસચિત્તે સર્વ સુરેંદ્રો જીતેંદ્રની પાસે બેઠા. ત્યારબાદ સુરેંદ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવે ઉન્નત વજાઓ વડે વિભૂષિત સુવર્ણ અને રત્નમય ઉત્તમ નિર્વાણ શિબિકા તૈયાર કરી. ત્યારપછી ક્ષીરસાગરના જલથી પ્રભુને સ્નેપન કરાવી રત્નમય આભરણેથી શણગારેલા શરીરે શુદ્ધ દુકૂલ પહેરાવ્યાં. ત્યારબાદ સર્વે સુરાસુર લેકે રૂદન કરવા લાગ્યા છતાં પણ દેવ સહિત સુરેંદ્રોએ પ્રભુને પાલખીમાં પધરાવ્યા અને નૈરૂત ખુણામાં શુદ્ધ જગ્યાએ લઈ ગયા. ત્યાં ગશીર્ષ અને અગુરૂચંદનના કાષોની બે ચિતાઓ રચાવી. એક ચિતામાં જીરેંદ્રને અને બીજીમાં પાંચસે મુનિઓને સ્થાપન કર્યા. તે સમયે દુંદુભિ વિગેરે ગંભીર વાજીંત્રો વાગવા લાગ્યાં. સર્વત્ર ખેચરોએ સુગંધ. મય પુષ્પની વૃષ્ટિ કરી, સુરાંગનાઓ નૃત્ય કરવા લાગી. વળી સમસ્ત સંઘના લેકે શોકાતુર થઈ ગયા. દેવેંદ્રોના જયજય શબ્દોથી અખિલ ભુવનમંડલ ભરાઈ ગયું. પછી અગ્નિકુમારેએ પિતાના મુખમાંથી ચિતામાં અગ્નિ પ્રગટ કર્યો. વાયુકુમાર દેવેએ પવન વિકર્વિને અગ્નિ પ્રજવલિત કર્યો. તેમજ અન્ય સુરવરે સુગંધમયે ધુપની મૂઠીઓ ભરી ફેકવા લાગ્યા. એમ અનુક્રમે ચિતા લાગવાથી માંસાદિક સર્વ ધાતુઓ બળી ગઈ. એટલે અતિ શીતલ, સુગંધિત અને મને હર એવા ક્ષીરસાગરના જલની ધારાઓ વડે મેઘ કુમારોએ જીતેંદ્ર ભગવાનની ચિતા શાંત કરી.