________________
(૪૪).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. છતાં પણ આપના શરણથી તરી જાય છે. હે ભગવન્ ! આ પ્રમાણે આપના નામ સ્મણથી ભવ્ય આ લેકમાં સુખી થાય છે અને પરલોકમાં પણ અસંખ્ય દુ:ખોને ક્ષય કરનાર એવા મેક્ષને પામે છે. એ પ્રમાણે સર્વ સુરેંદ્રો બહુ ઑવડે સમેત ગિરિ ઉપર રહેલા ભગવાનની સ્તુતિ કરે છે. તેટલામાં જગદગુરૂ સર્વ પાપઢારોને રાધ કરનાર શૈલેશી ધ્યાનમાં સ્થિર થયા. વળી જેના માટે છઠ્ઠ, અઠ્ઠમ, પ્રમુખ દુશ્ચર તપશ્ચર્યાઓ
કરવી પડે છે, તેમજ શુદ્ધ જલ તથા તુચ્છ નિર્વાણપદ. રસ વિનાનાં ભજન કરવાં પડે છે, ગાઢ
અનુરક્ત એવી સ્ત્રીઓનો પ્રતિબંધ છેડ પડે છે, વિરાસન જેમાં રહેલું છે એવા સ્થાનકે નિરંતર સેવવાં પડે છે. નવીન સ્નેહપાશવડે મને હર એવા બંધુઓનો સંસર્ગ પણ છેડી દેવું પડે છે. અને જેના માટે શીત તથા તડકાથી દુસહ એવા સમયમાં પણ કાર્યોત્સર્ગ રહેવું પડે છે. એવાં દુઃખદાયક વેદનીય, આયુષ, નામ, અને નેત્ર એ ચારે કર્મોને એક સમયે ક્ષય કર્યો. પછી વિકટ એવા ભવ પાશથી મુક્ત થયેલા, તપાવેલા શુદ્ધ સુવર્ણ સમાન છે કાંતિ જેમની, વળી સૂર્યની કાંતિનો જેમણે તિરસ્કાર કર્યો છે અને લક્ષમીના નિવાસ સ્થાન એવા શ્રી સુપાશ્વ પ્રભુ ફાગણ વદી સાતમના દિવસે પાંચ મુનિઓ સાથે પોતાને દેહત્યાગ કરીને મેક્ષસ્થાને ગયા. જગદગુરૂના પ્રચંડ વિરહથી પ્રગટ થતા અશ્રુપ્રવાહવડે
ભરાઈ ગયા છે નેત્રપુટ જેમને એવા સર્વ વિરહભાવ, સુરાસુરે પ્રભુને નમસ્કાર કરી પ્રાર્થના
કરવા લાગ્યા. હે જગદીશ્વર ! ત્રણ લેકમાં પ્રદીપ સમાન દીયતા એવા આપ હાલમાં નિર્વાણ પદ પામ્યા