________________
મલયચંદ્રની કથા. . '
(૪૩૫) નિમેષ માત્ર પણ જે જુવું છે તે મૃત્યુને માટે પ્રમાદ છે. માટે અધીર પુરૂષેએ સેવેલા શકને આધીન થવું નહીં. કારણ કે, મૃત્યુના મુખમાં રહેલા પ્રાણીને બચાવવા માટે ઈદ્ર પણ સમર્થ નથી. વિગેરે દેશનાથી રાજાને શેક દૂર કરી ભવ્યજનેને પ્રતિ બોધ આપી મુનિએ અન્ય સ્થળે વિહાર કર્યો. મહાસેના રાજા પણ નિરંતર ધર્મધ્યાન કરતે હતે. એક
દિવસ પરોઢીયાના ભાગમાં ભરનિદ્રામાં હતે. સ્વમવિચાર. તેવામાં હેને સ્વપ્ન આવ્યું કે –એક
વૃક્ષ હતું. તેના સ્તંભની ચારે તરફ મટે વિષધરસર્પ વિંટાયેલો હતે. તેમજ તે વૃક્ષને ચાર મુખ્ય શાખાએ હતી. તેની નીચે બહુ શીકારી પશુઓ ઉભાં હતાં, અને પ્રચંડ પવન વેગથી કંપતી તેમજ કટ કટ એવા ભયંકર શબ્દ કરતી એવી તેની એક શાખાને હું વળગી રહ્યો હતે. વળી પડવાની વાટ જોઈ પ્રચંડ દંષ્ટ્રાઓથી ભયંકર મુખ પહોળું કરી દુષ્ટ સિંહ નીચે તૈયાર થઈ ઉભે હતા. એવામાં અકસ્માત એક શરભ ત્યાં આવ્યું. તેને જોઈ તે દુષ્ટ સિંહ ત્યાંથી જીવ લઈ નાશી ગયે. તેથી બહુ વિસ્મિત થઈ જુએ છે તેટલામાં તે જાગી ઉઠયે, અને કંઈ પણ તેણે જોયુ નહીં તેથી તેણે જાણ્યું કે, આ સ્વમાવસ્થા મહે ભેગવી. પછી પ્રભાત સમયમાં પિતાનું નિત્ય કાર્ય કરી જીનેંદ્ર ભગવાનને વંદન કરી મહાસેન રાજા સભાસ્થાનમાં આવ્યું અને સર્વ શાસ્ત્રોના જાણકાર એવા સ્વાર્થ વેદી નૈમિત્તિકેને બોલાવ્યા. તેઓ પણ મંત્રોચ્ચારપૂર્વક આશીર્વાદ આપીને ઉચિત સ્થાને બેસી ગયા. પછી રાજાએ તેઓની આગળ પોતાનું સ્વપ્ન કહી સંભળાવ્યું.
નિમિત્તવેદી બોલ્યા, હે રાજન ! આ સ્વમનું ફળ બહુ વિષમ