________________
(૪૩૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર ભંગ સંબંધી આશંસા કરવાથી સંલેખના કરનાર મનુ
ને તે પાંચ અતિચાર લાગે છે. સજા બેલ્ય, હે મુનીંદ્ર! આ અતિચારેનું સ્વરૂપ મહને સમજાવે. મુનીંદ્ર બોલ્યા, આલોકમાં શેઠ, અમાત્ય, રાજા કે ચક્રવતી થવાની જે ઈચ્છા કરવી તે આલોક આશંસા કહેવાય. સુરેંદ્ર, શકનો સામાનીક કે શ્રેયક દેવ થાઉં એવી જે ચિંતા કરવી તે પરલોક આશંસા. તેમજ અનશન કરીને પણ જે લાંબે વખત જીવવાનું છે અથવા લેકના મુખથી પિતાની પ્રશંસા સાંભળી પૂજનાદિકની ઈચ્છા કરે તે જીવિત આશંસા કહેવાય. વળી અનશન કર્યા બાદ સુધાને લીધે દુ:ખથી પીડાઈને જલદી જે મરણની ઈચ્છા કરવી તે મરણ આશંસા કહેવાય. વળી અનશન કરીને તપશ્ચર્યાના પ્રભાવથી દેવ અથવા ચક્રવર્તિના ભેગેની જે પરભવમાં વાંચ્છા કરવી તે ભગ આશંસા કહેવાય. આ પ્રમાણે પરમપદની ઈચ્છાવાળા મનુષ્યએ અનશન કર્યા બાદ પ્રમાદરહિતપણે પાંચ અતિચાર વર્જવામાં પ્રયત્ન કરો. આ પ્રમાણે સાંભળી મૃગલી અને મલયચંદ્ર સહિત મહાસેન રાજાએ સમ્યકત્વ સહિત દેશવિરતિ ધર્મનો સ્વીકાર કર્યો. હવે તે મૃગલી અનુક્રમે કાળ કરી સધર્મ દેવલોકમાં ઉપન્ન થશે. ત્યારબાદ સર્વત્ર શોધ કરતા રાજાના સૈનિકે ત્યાં આવી
પહોંચ્યા. એટલે મહાસેન રાજા પણ મિત્ર મલયચંદ્રની સહિત મુનીંદ્રને નમસ્કાર કરી સૈન્ય સાથે ભાવના. પિતાના નગરમાં આવ્યું અને હમેશાં મિત્ર
સાથે શાસનની ઉન્નતિ કરતો મહોસેન બહુ શ્રદ્ધાપૂર્વક શ્રાવક ધર્મ આરાધે છે. એવામાં મલયચંદ્ર મહેટા વ્યાધિથી ઘેરાઈ ગયે, તેથી તેના હૃદયમાં એવી ભાવના થઈ કે, હારે અનશન વ્રત ગ્રહણ કરવાને આ સમય છે. મહાન નરેંદ્ર