________________
( ૬ )
શ્રી સુપા નાથ ચરિત્ર.
હું આવતા હતા તે સમયે દેવયશને મ્હે' પણ તે ઠેકાણે ઉભેલા જોયા હતા, એમ વિચાર કરી ધનદેવને કહ્યું કે તુ રાજભક્ત છે, તેથી હારી સેવાને ચેાગ્ય સત્કાર કરીશ. પરંતુ હાલમાં દ્વારપાળના કહ્યા પ્રમાણે ક્ષણમાત્ર તું બેસી રહે. એમ કહી તેને દ્વારપાલને સ્વાધીન કરી, કાટવાળને માકલી કાર્યાંતરના ઉદ્દેશથી દેવયશને ખેલાવરાવ્યેા. દેવયશ પણ તત્કાળ ત્યાં માન્યા એટલે એકાંતમાં તેને લઇ જઇ રાજાએ પૂછ્યું કે હે ભદ્ર ! જૈનમ ંદિરના માર્ગોમાં પડી ગયેલી મ્હારી મુદ્રિકા તે વખતે તને જડી છે, એમ અમારા સાંભળવામાં આવ્યુ છે. માટે જો એ વાત સત્ય હાય તા હાલ તે આપી દે. હજી પણ હું ત્હને અભયદાન આપુ છું અને કંઇપણ વ્હેને હરકત કરીશ નહી, તું પણ જાણે છે કે સત્યમાં સુખ છે, વળી અમ્હારી આ રાજ્ય સ્થિતિ પણ તે મુદ્રિકાના પ્રભાવથીજ ચાલી આવે છે. આ પ્રમાણે વિષમ વચન સાંભળી દેવયશ ખેલ્યા, 'હું નરેદ્ર'! આપની મુદ્રિકા મ્હે લીધી નથી. સેવકે ઉપર આપ સ્વાભાવિકજ દયાળુ છે. તેમજ આપની પ્રતિજ્ઞા સત્ય છે. જેથી મ્હને અભયદાન મળે તેમાં કઇ સંશય નથી. પરંતુ આ લેાક અને પરલેાકમાં ત્રીજા વ્રતના ભંગથી ઉત્પન્ન થયેલાં નરકાદિક દુ:ખના કારણભૂત પાપા ભાગવવાં પડે તેની શી ગતિ થાય ? માટે હું સ્વામિન્ ! પ્રાણના ત્યાગ થાય પણ આ ચારીનુ કામ હું નજ કરૂં. રાજા ખેાહ્યા, ત્હારૂ કહેવું સત્ય છે, પરંતુ ત્હારા શયન સ્થાનમાં પલંગ પાસે પેટીમાં તે વીંટી હું ગોપવી છે, એમ ધનદેવનુ કહેવુ છે. માટે તમે અહીં રહા અને તે પેટીને અમારા પુરૂષ! અહીં લાવે તેવી ગેાઠવણ કરા. વળી તેના તપાસ કરતાં જો મુદ્રિકા નહીં નીકળે તેા હું તે પિશાચ રૂપ અધમને ભૂતનુ બલિદાન કરીશ. ત્યારબાદ દેવયશે તે જ પ્રમાણે પેટી ત્યાં મગાવી,