________________
(૪૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર मलयचंद्रनी कथा. ...
સંલેખના. દાનવીર્ય રાજાએ મુમુક્ષુ જ ના હિત માટે પ્રશ્ન કર્યો કે, હે પતિત પાવન ! હે ગેલેકય બંધુ! પતિ અને શ્રાવકધર્મનું સ્વરૂપ સવિસ્તર આપે સંભળાવ્યું તેમજ દરેક વ્રતના અતિચાર પણ દષ્ટાંત સહિત કહ્યા. તે પ્રમાણે હવે અંત સમયમાં સમાધિ પુર્વક મરણ થાય તેવો વિધિ બતાવીને અમને કૃતાર્થ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે ભૂપાલ! જે શ્રાવકે બાર વ્રત અંગીકાર કરી વિધિ સહિત પાળ્યાં હોય તેણે ઉપયોગ પુર્વક અંત સમયમાં સમાધિ મરણ માટે સંલેખના કરવી. વળી તે સંલેખના આગમશાસ્ત્રમાં દ્રવ્ય અને ભાવવડે જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની કહી છે. તેમાં તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી. વળી વિધિ પુર્વક સિદ્ધ કર્યો છે ઉત્તમ અર્થ જેણે એ જે પ્રાણી કૃતાર્થ થઈને કાળ કરે છે, તે મલયચંદ્રની માફક સ્વર્ગ સંપત્તિ પામી અક્ષય સુખ મેળવે છે. આ ભરત ક્ષેત્રમાં સિદ્ધાર્થ નામે સુપ્રસિદ્ધ એક નગર છે.
જેની અંદર કાબૅમાં અને સરોવરોની મલયચંદ્ર દષ્ટાંત. પાળીમાંજ બંધ રહે છે. પણ અન્યમાં
નથી. તેમ ધર્મ કાર્યમાં ચિંતા, મુનિએ અને સજજનો ઉપર રાગ, દાન આપવામાં વ્યસન અને વિભાગ વિલાસવતી સ્ત્રીઓના કેશ પાશમાંજ રહ્યો છે. અન્યત્ર નથી. તેમજ તે નગરમાં સંપૂર્ણ છે કલાઓ જેની, પરિપૂર્ણ છે મંડલ જેનું, સજજનરૂપી કુમુદને આનંદ આપનાર અને નિવૃત્ત કર્યો છે શત્રુ રૂપી અંધકારને સમૂહ જેણે એવા ચંદ્રની