________________
(૫૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
कृष्णनी कथा.
ચતુર્થસ્વરૂપપ્રદર્શનાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગત્પાલક! આપની પવિત્ર દેશનાવડે સર્વ જગના આ પવિત્ર થાય છે માટે, હે ભગવન! આ૫ મહાન પરોપકારી છે. તેથી કૃપા કરી હવે બીજા શિક્ષાવ્રતમાં ચોથા અતિચારનું સ્વરૂપ દષ્ટાંત સાથે અમને સમજાવે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, દેશાવકાશિક વ્રત ગ્રહણ કરીને જે પુરૂષ કે કાર્યને લીધે દૂર રહેલા પુરૂષને પિતાના સ્વરૂપનું ભાન કરાવે છે, તે કૃષ્ણની માફક બહુ દુઃખી થાય છે. પખંડભૂમિમાં ઉત્તમ શોભાને ધારણ કરતું માનખેટ નામે
નગર છે. તેમાં સમસ્ત શત્રુઓને પરાજય કણુદૃષ્ટાંત કરનાર અને સમગ્ર કલાઓને પારગામી
વિક્રમાદિત્ય નામે રાજા છે. પદ્મા નામે તેની પટરાણું છે. વિનયાદિક સદ્દગુણેનું મંદિર વિકમસેન નામે તેને પુત્ર છે અને કૃષ્ણ નામે તેને મિત્ર છે. હવે એક દિવસ વિક્રમસેન કુમાર પોતાના મિત્ર સહિત હસ્તી ઉપર બેસી હદયને આનંદ દાયક અને મનોહર એવા નંદનવન નામે ઉદ્યાનમાં ગયા. ત્યાં આગળ એક પુરૂષ મળે. તેણે પ્રાર્થના કરી કહ્યું કે, હું કુમાર! રત્નમાલા નામે મહારી ભાર્યો સાથે હું આ કદલીગૃહમાં રાત્રીએ સુત હતું તેટલામાં અશોકવૃક્ષ ઉપરથી નીચે ઉતરી એક મયુર (મોર) મ્હારી સ્ત્રોની ડોકમાંથી રત્નાતળી હારનું હરણ કરી મહારા દેખતાં તે પાછો તેજ વૃક્ષ ઉપર ગયે. ત્યારપછી મહે હેને બાણ માર્યું. તે પણ હેને નહીં લાગતાં પાછું આવીને મહારાજ શરીરે લાગ્યું. વળી તે મોર કલા ચઢાવી આનંદપૂર્વક