________________
( ૩૫૦ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
સમાન રથવૃત નામે નગર છે. સમરાંગણમાં મતિસાગર દૃષ્ટાંત અતિશય કીર્ત્તિ પામેàા રિપુવિક્રમ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વળી તે રાજા રાજ્યના લાભથી પેાતાને જેટલા પુત્ર જન્મે છે તેના નાક, કાન, એઇ વિગેરે અંગો કાપી નાખે છે, એટલુંજ નહીં, પણ તે રાજ્યને લાયક ન થાય તેવી રીતે કરે છે. આ પ્રમાણે પેાતાના પતિના બળાત્કાર જોઇ મદનશ્રી રાણી બહુ ચિંતાતુર થઈ ગઇ. હવે અવિરત સમ્યગદૃષ્ટિ મતિસાગર નામે તે રાજાના એક મંત્રી છે, હૅને મદનશ્રી રાણીએ, ગુપ્ત સમાચાર કહેવરાવ્યા કે, દરેક પુત્રોને રાજા પાતેજ રાજ્યને ગ્રહણ કરવા નાલાયક કરે છે, માટે કૃપા કરી પેાતાની બુદ્ધિવડે તમે મારા ગર્ભનું રક્ષણ કરે, મ તિસાગર મંત્રીએ પણ રાણીનું વચન અંગીકાર કર્યું અને રાણીની સાથેજ સગર્ભા થયેલી પેાતાની, એક દાસીને એકાંતમાં ઉપદેશ આપી ખાનગી રીતે રાણી પાસેમેાકલી. અનુક્રમે ગર્ભના સમય પૂર્ણ થયા એટલે બહુ યુક્તિપૂર્વક મંત્રીએ બન્નેને · સાથે પ્રસવ કરાવ્યા. તેમાં રાણીને પુત્ર અને દાસીને પુત્રી જન્મી. મંત્રીના કહ્યા પ્રમાણે તરતજ દાસીએ પેાતાની પુત્રીને રાણીની શખ્યામાં મૂકી, અને પુત્રને પાતે લઇ તે દાસી મંત્રીના ઘેર આવી. ત્યારબાદ વૃદ્ધ દાસીએ રાજાને જણાવ્યું કે, દેવીને પુત્રી જન્મી. એ વાત સાંભળી રાજા મૈાન થઇ ગયેા. પછી મંત્રીએ તે પુત્રનુ નામ હરિવિક્રમ પાડ્યું શુકલપક્ષના ચંદ્રની માફક દરેક કળા સાથે તે પુત્ર દિનદિન પ્રત્યે વધવા લાગ્યા.
હવે રિપુવિક્રમ રાજા કાળધમ પામ્યા. તેથી મતિસાગર મત્રીએ હરિવિક્રમને રાજ્યાસન ઉપર મતિસાગરમત્રી. સ્થાપન કર્યો. પછી તે સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરવા લાગ્યા, અને રાજ્ય કારભાર