________________
શંખકુમારનીથા.
(૩૩૩) વચન સાંભળી કેઈકદેવ તેની પરીક્ષા કરવા માટે કુમારના દ્વારમાં આવ્યા અને હોટા શબ્દથી રૂદન કરતી કુમારની સ્ત્રીને અપહાર કરી ત્યાંથી ચાલતે થયે હે સ્વામિન્ ! કોઈક અધમ મહને ઉપાડીને ચાલ્યા જાય છે. માટે મહારૂં રક્ષણ કરે ! રક્ષણ કરે! એમ પિોતાની સ્ત્રીનું રૂદન સાંભળી કુમાર વિચાર કરવા લાગ્યો. આ સ્ત્રી કેની? પુત્ર કે બંધુઓ કેના? વિગેરે ભાવના વડે પોતે આત્મ ભાવના કરવા લાગ્યો કે આ સંસારમાં કેવળ જીતેંદ્ર કથિત ધર્મજ સર્વ અનિષ્ટ કાર્યને નિવર્તક છે. અને ભવ્યાત્માઓ ન રક્ષક પણ ધર્મ જ છે. એમ સત્ય ભાવના ભાવતું હતું તેટલામાં મારે, મારે, મારે એ પ્રમાણે બહુ બલવાન શત્રુઓને મહેટે કેલાહલ બહાર વ્યાપી ગયો અને તે કરતાં પણ અધિક પરિજનના રૂદનને શબ્દ સાંભળી સમભાવમાં રહેલ કુમાર સંસારના ભયથી ભીરૂ બની મુનિની માફક ભાવના ભાવવા લાગ્યો કે, હું એમને સ્વામી અને તેઓ મહારા સેવક એ પ્રકારની બુદ્ધિ માત્ર અભિમાનથી ઉત્પન્ન થએલી છે. અને તેથી આ લેકમાં બહુ કલેશ થાય છે. અમુક હારા સ્વજન અને અમુક મહારા શત્રુઓ એ પણ કુબુદ્ધિ છે. વળી સ્વજન કે અન્યૂજન કેઈપણ સુગતિના સાધક થતા નથી, પરંતુ કેવળ જીનકત ધર્મજ સ્વર્ગ અને મેક્ષ સિદ્ધિને સાધક થાય છે, એમ સમજી જૈન ધર્મમાં જ પ્રયત્ન કરે ઉચિત છે. પણ અન્ય વિકલ્પ કરે નિરર્થક છે. એમ નિશ્ચય કરી શંખકુમાર નિશ્ચલ સમાધિમાં રહ્યો અને સ્ત્રી તરફ તેનું ચિત્ત બીલકુલ ખેંચાયું નહીં.
આ પ્રમાણે શંખકુમારને નિશ્ચળ ભાવ જાણુ દેવ પિતે
. પ્રત્યક્ષ થઈ બોલ્યા, મહાશય ! આ દુનીદેવની પ્રસન્નતા. યામાં ધન્યવાદને લાયક તું જ છે. વળી દેવ
- તાઓ પણ જેની પ્રતિજ્ઞાને ભંગ કરી