________________
(૩૨૦ )
શ્રીસુપાશ્વનાથચરિત્ર.
પુરૂષ પાપ આચરણ કરે છે તેવા અધમ પુરૂષને પૂજ્ય એવી ડે પૃથ્વી દેવી ! તું શામાટે ધારણ કરે છે ? ” એમ વિચાર કરી રાજાએ તત્કાલ સાનીને પેાતાની પાસે પકડાવી મગાવ્યા અને કબજે કર્યો. પછી ગારૂડિકને લાખ સાનૈયા આપી વિદાય કર્યો. બ્રાહ્મણને પણુ ક્ષમાપૂર્વક બહુ દ્રવ્યથી સત્કાર કરી રાજાએ કહ્યુ કે, અન્ય કઇ પણ મારા લાયક કાર્ય હાય તે કહેવુ. બ્રાહ્મણ ખેલ્યા, હે રાજન ! ખરૂં કાય મારેએટલું છે કે આ સાનીને છેડી મૂકે. કારણકે એ મારા મેાટે ઉપકારી છે. એણે જો આ પ્રમાણે કર્યું હોત તો આપનું દર્શન મને કયાંથી થાત ? તે સાંભળી રાજાએ સુભાષિત વચન કહ્યાં કે—
•
ન
उपकारिणि वीतमत्सरे वा, सदयत्वं यदि तत्र कोऽतिरेकः । अहि ते सहसाऽपराधलब्धे, सघृणं यस्य मनः सतां स धुर्यः ॥ અ—“ઉપકારી અથવા માત્સ` રહિત પુરૂષ ઉપર જે દયા કરવી તેમાં શી વડાઇ! પરંતુ અકસ્માત્ અપરાધકારી શત્રુ ઉપર જેના હૃદયમાં યા ઉત્પન્ન થાય તે પુરૂષ સજ્જનામાં અગ્રણી ગણાય છે.” તેમજ વળી કહ્યુ` છે કે—
प्रत्युपकुर्वन् पूर्व, कृतोपकारोऽपि लज्जयति चेतः । यस्तु विहितापकारा - दुपकारः सोऽधिको मृत्योः ॥ અ. —“ પ્રથમ ઉપકાર કર્યો હાય છતાં પણ જે પ્રત્યુપ કાર કરતાં હૃદયમાં લજ્જા ઉત્પન્ન કરે છે તે ઉપકાર અપકાર કરનાર મૃત્યુથી પણ અધિક ગણાય છે. ” એમ વિપ્રની બહુ પ્રશ ંસા કરી રાજાએ સેાનીને જીવિતદાન આપી છેડી દીધેા. પરંતુ એની પાસેથી સર્વ દ્રવ્ય લુંટી લઇ તેને પેાતાના દેશમાંથી કાઢી મૂકયા. વળી ગાર્ડિકે સુવર્ણાદિક જે લક્ષ્મી રાજા પાસેથી મેળવી હતી તે સર્વ પરાપકારી જાણી બ્રાહ્મણને અર્પણ કરી અને તેણે કહ્યુંકે