________________
સમવણિકનીકળ્યા.
(૩૧૭) લાવેલે હવે તે સર્વે બ્રાહ્મણને આપ્યાં. ત્યારબાદ તે વિષે સેનીનું ઘર પૂછી તેને ઘેર ગયે. તે સોની પિતે દુકાનમાં ઘડતે હતો. તેની પાસે જઈ વિપ્ર બોલ્યા, ભાઈ ! કેમ તમે મને ઓળખો છે? તેની બે બરોબર હને સ્મૃતિ નથી. તમને કૂવામાંથી જેણે બહાર કાઢ્યા તેજ હું પિતે. પછી તે ઉભો થઈ સંગમ પૂર્વક પિતાનું આસન આપી મધુર વચન બોલવા લાગ્યા. ત્યારબાદ બ્રાહ્મણે એકાંતમાં જઈ સોનીને આધારણ બતાવ્યાં. અને કહ્યું કે આ વેચવાનાં છે. માટે જે કિંમત આવે તે મને આપો. અને તમે પણ તમારી મહેનત જેટલું કંઈક . હવે સોની સર્વ ઘરેણું લઈ બજાર તરફ નીકળે. અને
બ્રાહ્મણ પણ સ્નાન માટે યમુના ઉપર કત સેની. ગ. સોની જેટલામાં ઝવેરીની દુકાને
જતે હતો તેટલામાં ત્યાં પહશેષણ સાંભળી કે રાજકુમારને મારી નાંખી તેનાં આભરણ ચેરી લેનાર ચેરને જે કંઈ રાજાની આગળ જાહેર કરશે તેને રાજા તરફથી લાખ સોનૈયા આપવામાં આવશે. એમ સાંભળી સોની વિચાર કરવા લાગ્યો. આ અલંકાર રાજકુમારના છે અને આ
હારાજ ઘડેલા છે માટે આ અલંકાર રાજાને આપી લક્ષ સોનિયા લેવા ઠીક છે. પરંતુ હવે આ બ્રાહ્મણને હારે શે ખપ છે? એમ . નિશ્ચય કરી તે રાજા પાસે ગયો અને સર્વ વૃત્તાંત કહ્યું. રાજાએ પૂછયું, તે વિપ્ર કયાં છે ? સોની બોલ્યા, તે તે યમુનો ઉપર સ્નાન કરવા ગયા છે. રાજા બેલ્યો, આ સીપાઈઓને લઈ તું ત્યાં જા અને એને બતાવ. સોની પણ દૂર ઉભું રહીને યમુનાના પ્રવાહમાં વેદાધ્યયન કરતા તે વિપ્રને બતાવી પોતે રસ્તે પડ્યો. પછી સીપાઈઓએ તેને અવળા હાથ બાંધીને રાજાની