________________
વરૂણનીકયા.
( ૩૧૧)
અ --“ જે પુરૂષ-નિયમ લઈને વ્યગ્રતાને લીધે સમ્યક્ પ્રકારે તેને પાળતા નથી તે મહુ દુ:ખી થાય છે જેથી તેણે લીધેલા નિયમનું ક ંઈપણ ફૂલ મલતુ નથી. ” વળી અનવસ્થ ચિત્તે સા માયિક ગ્રહુણુ કરી જે પુરૂષ તેના સમય પૂરા થયા વિના સમાપ્ત કરે છે અથવા ઇચ્છા પ્રમાણે તેમાં અનાદરથી પ્રવૃત્તિ કરે છે તેનું સામાયિક અશુદ્ધ ગણાય છે. કારણકે ચિત્તની અનવસ્થાને લીધે આ લેાકનુ કાર્ય પણ સિદ્ધ થતું નથી. તે ઉપર ચાર ભટ નામે ક્ષત્રિયનું દૃષ્ટાંત છે.
શાલિગામ નામે ગામમાં નામ પ્રમાણે ગુણવાન શૂરનામે એક ક્ષત્રિય રહે છે. શ્રીમતી નામે યથાર્થ નામ ચારણક્ષત્રિય. ધારક તેની સ્ત્રી છે. અને ચાર ભટ નામે તેને એક પુત્ર છે. હવે તે યાવન વયમાં આ બ્યા એટલે ભીમરાજાની નાકરીમાં રહ્યો. વળી ચાર ભટના એક માહન નામે મિત્ર છે, તે પણ તેજ રાજાની સેવામાં રહ્યો અને ભેાજનની પણ દરકાર કર્યો વગર રાજસેવામાં તત્પર થયા. હુમેશાં સવારમાં ઉઠી તે બન્ને મિત્ર રાજા પાસે હાજર થતા, તેમાં ચાર ભટને એવી ટેવ હતી કે ઘડીભર એસી.નમસ્કાર કરી ચાલ્યા જતા, અને મેહન તા જ્યાંસુધી રાજા ભાજન કરી શયનગૃહમાં જાય ત્યાં સુધી તે રાજાની પાસે બેસતા, પછી ત્યાંથી ઉઢીને બહાર જઇ લેાજન કરીને ફરીથી પણ સમય પ્રમાણે રાજા પાસે હાજર થતા, આથી રાજા માહનને તેા પેાતાની પાસે જ જોયા કરતા અને ચાર ભટ તે। નિયમસર હાજર પણ થઈ શ તા નહાતા. તેમજ કેાઈ કા પ્રસંગે ચાલ્યા જાય અને વળી ફરીથી પાછા આવી જાય, એમ ગમના ગમનમાં દિવસ પુરા કરતા હતા. એ પ્રમાણે તે બન્ને સેવકાના તફાવત રાજાના જાણુ
વામાં આવી ગયા.