________________
વિસઢવણિકનીકથા.
(૩૩) તેની ઉપર ક્રોધ કરી વિસઢ બે, તું ધર્મના પ્રભાવથી મહદ્ધિક દેવેંદ્ર થા? અને હું ત્યારે મૃદંગ વગાડનાર સેવક થઈશ. આ પ્રમાણે તે જવાબ આપતું હતું. ત્યારબાદ આયુષ પૂર્ણ કરી વિસઢ અને નિષઢ બન્ને સામાધિ પૂર્વક મરણ પામીને સોધર્મદેવલોકમાં ઉત્પન્ન થયા. તેમાંથી નિષઢ મહદ્ધિક દેવ થયે અને વિસઢ તેના સેવકની અંદર અલ્પ રૂદ્ધિકદેવ થયે, ત્યારબાદ નિષઢની બહુ સમૃદ્ધિ જોઈ વિસઢ પિતાને પૂર્વજન્મ સંભારી બહુ ખેદ કરવા લાગ્યું કે અમે બન્ને જણ સાથે ગૃહસ્થ ધર્મ પાળતા હતા તેમાં આ શુદ્ધ અધ્યવસાયથી અધિપતિ થયો અને હું દુધ્ધન વડે હેને ચાકર થયે. હા? મૂઢ એવા મહિને ધિકાર છે કે, હે ધર્મ વિરૂદ્ધ આચરણ કર્યું. હાસ્યરસમાં લુબ્ધ થઈને હું મનુષ્ય જન્મ હારી ગયો. વળી હારા જે અધમ બીજે કણ હોય કે જે હું સામાયિકમાં રહ્યો ત્યાં સુધી પણ વાણીરૂપી વાઘેણુને કબજે કરવા સમર્થ ન થઈ શક્યું. અહો ! મેહ રાજાનું બલ કેવું છે? વળી હારા નિષઢ બંધુએ બહુવાર ને વાર્યો હતે તે પણ મહેં એમ કહ્યું કે તું મહ દ્ધિક દેવ થઈશ અને હું ત્યારે મૃદંગવાદક સેવક થઈશ. તે વચન સત્ય થયું. નિષઢ જે કે પૂર્વ ભવના સ્નેહથી બહુ સત્કારપૂર્વક મહને જુવે છે તે પણ તેની આગળ નૃત્ય સમયે હારે કંઠમાં મોટે મૃદંગ બાંધવો પડે છે અને તેથી જે કંઈ દુ:ખ થાય છે તે કેવલી ભગવાન જાણે છે. એ પ્રમાણે વિસઢને પશ્ચાત્તાપ કરવું પડ્યો. પછી ત્યાંથી તે બન્ને ચવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સંયમની આરાધના કરી કેવલજ્ઞાન પામીને મોક્ષપદ પામશે. इति सामायिकद्वितीयातिचारविपाके विसढनिषद
कथानकं समाप्तम् ॥