________________
(૨૪)
શ્રીસુપાર્શ્વનાથથરિત્ર. મરી ગયે. તે જોઈ સ્વાર છે , હું આ ઘોડે શા માટે માર્યો? નિપુણ્યક મા, હારા કહેવાથી મહું તે પાછે. વાન્ય હતું. પરંતુ ડું માર્યો નથી. તે સાંભળી સ્વાર પણ ઝગડાની બુદ્ધિથી તેની પાછળ ચાલ્યું. પછી તે ત્રણે જણ નગરની નજીકમાં ગયા. એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો. તેથી ત્યાં આગળ એક હોટે વડ હતો તેની ઉપર વ્યાધ્રાદિકના ભયથી તેઓ ચઢીને સુઈ ગયા. ત્યારપછી ત્યાં નટ લેકેનું એક ટેળું આવ્યું. તે પણ તેજ વડની નીચે સુઈ ગયું. હવે નિષ્પકને ચિંતાને લીધે નિદ્રા આવી નહીં. તેથી તે
વિચાર કરવા લાગ્યો. અરે ! આ બને નિપૂણયકને જણ મારી પાછળ લાગ્યા છે. આ લોકેપશ્ચાત્તાપ. માંથી હું જીવતે કેવી રીતે છુટીશ ? માટે
કઠે પાશ નાંખી મરવું એજ ઉત્તમ છે. એમ નિશ્ચય કરી પિતાના ઓઢવાના વસ્ત્રને પાશ કરી વડના ડાળાએ પોતાનો દેહ લટકતો મૂક્યું. પરંતુ વસ્ત્ર જીર્ણ અને શરીર ભારે તેથી વસ્ત્ર ત્રટ દઈને તુટી ગયું, તેથી તેની નીચે નટના ટેળાના અધિપતિની સ્ત્રી સુઈ રહી હતી તેની ઉપર તે પડયો. હેના ભારથી દબાઈને તત્કાળ તે નટી મરી ગઈ. પરંતુ નિપુણ્યકને કિંચિત્ માત્ર પણ અડચણ આવી નહીં. પછી નટીને પતિ નિપુણ્યકને કહેવા લાગ્યો. રે દુષ્ટ ! પાપી ! હારી સ્ત્રીને હું શા માટે મારી ? નિપુણયક બલ્ય, હારી સ્ત્રીને મારવા માટે આ હારૂં કર્તવ્ય નહોતું. પરંતુ આ બન્નેના ભયને લીધે મહારા મરણ માટે હેં આ સાહસ કર્યું હતું. વળી બળદ અને અશ્વ માટે આ બન્ને હારી પાછળ લાગ્યા છે. તેવી રીતે તું પણ ત્રીજો ચાલ, પ્રભાતમાં મંત્રી પાસે જે ન્યાય થશે તે પ્રમાણે હારૂં પણ સમાધાન થશે.