________________
(૨૭૬).
શ્રીસુપાશ્વનાથચરિત્ર. નથી. એમ સાંભળી મૂલદેવ બોલ્યો, આ લોકો પોતાનાં શસા ધારણ કરે તેટલીવાર તમે શાંત થાઓ. એમ કહ્યું તે પણ તેઓ ઝપાટાબંધ પ્રહાર કરવા મંડી પડ્યા. પછી તેમાંથી પણ જેઓ સમર્થ હતા તેઓ વરિઓના હામા થઈ ગયા. આ પ્રમાણે બન્નેનું પરસ્પર યુદ્ધ ચાલ્યું. એટલે મૂલદેવના સેવકોએ કહ્યું કે, હે સ્વામિન ? વેલાસર તમે ઘેર ચાલ્યા જાઓ, અહીં રહેવાનું કંઈ કારણ નથી. તે . પણ મૂલદેવને જેવાને બહુ રસ લાગે. તેથી ત્યાં ઉભું રહીને જેતે હતા તેવામાં કેઈએ ઘેરી ઉપર બહુ જેસથી મારેલે બાણ મૂલદેવના શરીરે ચોંટવાથી તત્કાલ તે મરણ પામ્યા. અને ત્રીજું ગુણવ્રત કલંકિત કરવાથી પાંચમા અતિચાર વડે ભયંકર ભવ ભ્રમણ કરી અન્ય ભવમાં મોક્ષપદ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! જેઓ અનર્થ દંડનો ત્યાગ કરી સદાકાલ ધમસેવન કરે છે તેઓને ધન્ય છે. વળી તેઓને વારંવાર નમસ્કાર, અને તેઓને જ મનુષ્ય ભવ સફલ છે. તેમજ સમગ્ર અનર્થનું મૂળ કારણ, શુદ્ધ ધર્મને કટ્ટો દુશ્મન અને મહા દંડ રૂપ એ અનર્થ દંડ ક્ષણ માત્ર પણ સેવ નહીં. इतित्तीयगुणव्रते पञ्चमातिचारविपाके मूलदेवकथानकं समाप्तम्। तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जर
भाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचारख्या__ ख्योपेतं अनर्थदंडनामतृतीयगुणव्रतं समाप्तम् ॥
–-કાછ--